ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

50% રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ નહીં મળે

03:49 PM Jan 29, 2025 IST | Bhumika
Advertisement

રાજય સરકાર દ્વારા એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારોકને ફાળવવામાં આવતા જથ્થો પૈકી તુવેરદાળની ફાળવણી 50% જ કરવામાં આવતા વધુ એકવાર રેશનકાર્ડ ધારકો અને રાશન વિક્રેતાઓ વચ્ચે ગજગ્રાહની પરિસ્થિતી ઉભી થવાની સંભાવના છે.

Advertisement

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજના દ્વારા વખતોવખત ખાંડ નમક તેલ દાળ ચણા જેવી જન્સીઓનુ વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી 2025 ના માસ માટે 50% એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે 50% તુવેરદાળની ફાળવણી એટલે ગુજરાત રાજ્યના અડધો અડધ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશનકાર્ડ ધારકો તુવેર દાળથી વંચિત રહેશે તુવેરદાળ મેળવનારા કાર્ડ હોલ્ડર્સ અને તુવેરદાળ નહીં મેળવનાર કાર્ડ હોલ્ડર્સ વચ્ચે એક પ્રકારે અસમંજસની સ્થીતી સર્જાશે બિલકુલ ન્યાયસંગત ન કહી શકાય એવી આ પ્રકારની ફાળવણી રાજ્ય સરકાર વારંવાર કરે છે આનો ઉદ્દેશ્ય શું હોઈ શકે આની પાછળ શુ તર્ક હોઈ શકે એની સ્પષ્ટતા સરકારે કરવી જોઇએ એક સરખી કેટેગરી ધરાવતા કાર્ડ ધારકો વચ્ચે એક પ્રકારે ભેદભાવ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થતા રાશન વિક્રેતાઓ પણ શંકાના ઘેરાવમા આવે છે પરીણામે રાશન વિક્રેતાઓ અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ગજગ્રાહ વધે છે ખોટા આક્ષેપો થાય છે.
સરકાર શા માટે કાર્ડ ધારકોમાં આવો ભેદભાવ કરી રહી છે અથવા તો સરકારની એવી તો શું મંછા રહેલી છે કે આ પ્રકારે વિઘટનકારી નીતિ અપનાવે છે કોઈ માસ દરમિયાન તુવેરદાળની ફાળવણી જ ન કરવી કોઈ માસ દરમિયાન તુવેરદાળની 50 ટકા ફાળવણી કરવી અને ઘણી વખત ફાળવણી કર્યા બાદ વેપારી દ્વારા નાણા ભરી આપવામાં આવ્યા હોય છતાં પણ દુકાન સુધી દાળ ન પહોંચવી ફાળવણી કરી હોવી છતાં પણ ગોડાઉન ખાતે પણ જથ્થો ન પહોંચે આવી બધી વિષમતાઓને સરકાર શા માટે નિવારી શકતી નથી બજેટ નથી, સ્ટાફ નથી કે સુવ્યવસ્થિત માળખુ નથી.

તમામ સતા સાધનો સગવડો હોવા છતા મુળ હેતુ સાધવામા વારંવાર નિષ્ફળા મળવાનુ કારણ પણ ઊજાગર થવુ જોઈએ ગરીબો સુધી એના હક્કનુ અનાજ કઠોળ તેલ ખાંડ નમક વગેરે યોગ્ય માત્રામા નિશ્ચિત સમયે પહોંચવુ જોઈએ જે નથી થઈ રહ્યુ એ સરકારની નિષ્ફળતા છે જેના લીધે ગરીબ જનતા પીસાઈ છે અને સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારો ભયંકર માનસિક યાતનાનો ભોગ બને છે.

Tags :
gujaratgujarat newsRation cardration card holders
Advertisement
Next Article
Advertisement