સોશિયલ મીડિયાના કારણે લગ્નજીવન ડખે ચડવાના બનાવોમાં 50%નો વધારો
ગુજરાતમાં વિતેલા વર્ષ 2023માં ફેમિલી કોર્ટમાં લગ્ન જીવનમાં તકરારના 27194 કેસ નોંધાયા હતા. છેલ્લા બે વર્ષમાં જ લગ્ન જીવનમાં તકરારના કેસમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે.ગુજરાતમાં આવેલી 39 ફેમિલી કોર્ટમાં 2021માં 18508 કેસ ફાઈલ થયા હતા. આમ, દરરોજ કેસ ફાઇલ થવાનું પ્રમાણ 51 જેટલું હતું. ફેમિલી કોર્ટમાં 2022માં 24910, 2023માં 27194 કેસ નોંધાયા હતા. આમ, 2023ની સ્થિતિએ ફેમિલી કોર્ટમાં દરરોજના 75 કેસ નોંધાય છે. ફેમિલી કોર્ટમાં વરવલ.22124, 2022માં 26557 અને 2023માં 30084 કેસનો નિકાલ થયો હતો. હાલ રાજ્યની ફેમિલી કોર્ટમાં 31954 કેસ પેન્ડિંગ છે. વર્ષ 2023માં ફેમિલી કોર્ટમાં સૌથી વ ધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 2.87 લાખ કેસ સાથે મોખરે, કેરળ 84910 સાથે બીજા અને પંજાબ 68711 કેસ સાથે ત્રીજા સ્થાને છે.
પશ્ચિમ બંગાળની ફેમિલી કોર્ટમાં 2023માં 657 કેસ નોંધાયા હતા.આમ, અન્ય મોટા રાજ્યોની સરખામણીએ પશ્ચિમ બંગાળની ફેમિલી કોર્ટમાં કેસ નોંધાવવાનું પ્રમાણ ઓછું છે. સમગ્ર દેશની 812 ફેમિલી કોર્ટમાં 2021માં 4.97 લાખ, 2022માં 7. 27 લાખ અને 2023માં 8.25 લાખ કેસ નોંધાયા હતા. વર્ષ 2023ની સ્થિતિએ દેશની ફેમિલી કોર્ટમાં 11.43 લાખ કેસ પેન્ડિંગ છે. ખાસ કરીને કોરોનાકાળ પછી સંબંધોમાં તણાવના અનેક કિસ્સા વધ્યા છે. લગભગ એક વર્ષ પહેલા હાઈકોર્ટે પણ છૂટાછેડાના વધતા બનાવ અંગે ચિંતા વ્યક્ત કરીને વકીલોને એવી સલાહ આપી હતી કે જો તમે એક લગ્નજીવન બચાવશો તો તે 100 કેસ જીતવા બરાબર જ છે. ફેમિલી કોર્ટમાં આવતા કેસના ટ્રેન્ડ ચિંતાજનક છે. એક સમય હતો કે જ્યારે 70% કેસ પતિથી થતી કનડગતના હતા. હવે પત્નીથી કનડગતના કેસમાં પણ વધારો થયો છે.
જાણકારોના મતે, કોરોના પછી છૂટાછેડા, ઝથડાનું પ્રમાણ વધ્યું છે. કોરોના પછી પરિવારની આ થક સંકડામણના કિસ્સા વધ્યા છે. વર્તમાન સમયમાં મહિલા અને પુરૂૂષની પ્રાથમિકતા બદલાઈ છે. મોબાઈલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વધ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10 હજારથી વધુ કેસ પડતર હોવાનું મનાય છે.