દિવાળી ઉપર આગની ઘટના વખતે સમયસર પહોંચવા 5 હંગામી ફાયર સ્ટેશન ઉભા કરાશે
8 કાયમી ફાયર સ્ટેશન ઉપરાંત પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડ ખાતે પાંચ દિવસ સુધી ફાયરની વધારાની ટીમ તૈનાત રહેશે
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં ધનતેરસથી શરૂૂ કરીને નવા વર્ષ સુધી ફટાકડા ફોડવામાં આવશે છે અને આ દરમિયાન સૌથી વધુ આગ લાગે છે. દીવાળીમાં આગ લાગવાની ઘટનાઓને લઈને ફાયરશાખાએ પોતાના 7 ફાયર સ્ટેશન ઉપરાંત વધુ 5 જગ્યાએ ફાયર ચોકી ઊભી કરી છે જ્યાં ફાયર ફાઈટર તૈનાત રાખવામાં આવશે જેથી આગની કોઇપણ ઘટના વખતે સમયસર તે જગ્યાએ પહોંચમાં સરળતા રહે. પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડ ખાતે આ હંગામી ફાયર ચોકી ઉભી કરવામાં આવશે 2020માં દિવાળીમાં આગના 45 બનાવ બન્યા હતા. જયારે 2021ની આગના 56 બનાવ બન્યા હતા.
કોરોનાના સમયમાં પણ દિવાળીએ આગનો આંક વધ્યો હતો જ્યારે 2022માં 88 સ્થળોએ,2023માં 156 સ્થળે જયારે 2024માં સ્થળે આગ લાગ્યાના કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા અને ફાયર બ્રિગેડને સતત દોડતું રહ્યું હતું. આ વર્ષે 2025માં પણ આ જ ટ્રેન્ડ રહે તેવી શક્યતાને સાથે રાખીને ફાયર બ્રિગેડે પૂરી તૈયારી કરી છે. આ કારણે મહાનગરપાલિકાના જે આઠ ફાયર સ્ટેશન છે તે ઉપરાંત 5 સ્થળે હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાશે. આ ફાયર સ્ટેશનોમાં પરાબજાર, સદર, સંત કબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે.
આ સ્થળોએ ફાયર બ્રિગેડના વાહનો અને સ્ટાફ 20/10 થી પાંચ દિવસ સુધી 24 કલાક સ્ટેન્ડ ટુ રહેવાના છે આ કારણે કોઇ વિસ્તારમાં આગનો બનાવ બને એટલે નજીકના સ્થળે ઝડપથી પહોંચી શકાશે. આગના બનાવમાં 101 નંબર ઉપરાંત 8 સ્થાયી ફાયર સ્ટેશને પણ ફોન કરીને ફાયર બ્રિગેડને જાણ કરી શકાશે.