રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરત માર્કેટ યાર્ડની જમીન ઉપર ખડકી દેવાયેલ 5-સ્ટાર હોટેલની 27મીએ હરાજી

04:05 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રૂા.320 કરોડની અપસેટપ્રાઇસ નક્કી કરાઇ, કોર્ટ હુકમ બાદ યાર્ડના સત્તાધીશોને લપડાક

સુરત માર્કેટ યાર્ડને ખેડૂતોને હિત માટે આપવામાં આવેલ જમીન ઉપર ખડકી દેવાયેલ ફાઇવસ્ટાર હોટલનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ માર્કેટ યાર્ડના સતાધીશોના હાથ હેઠા પડતા હવે આગામી તા.27 ઓગષ્ટના રોજ આ ફાઇવ સ્ટાર હોટલની હરાજી કરવામાં આવનાર છે.

રાજય સરકારે સુરત માર્કેટ યાર્ડને બનાવવા માટે આપેલી જમીન ફાઇવસ્ટાર હોટેલ માટે ભાડે આપી દેવામાં આવી હતી પરંતુ સુપ્રીમકોર્ટ હુકમ કરતા હવે આ હોટલની હરાજી કરવા ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે.

હરાજી માટે 20 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી છે. જેમાં જમીનની કિંમત 165 કરોડ આંકવામાં આવી છે. હોટલની કિંમત 155 કરોડ આંકવામાં આવી છે. 2012-13માં ખેતી પ્રવૃતિને બદલે હોટલ માટે કરાર કરી દીધો હતો. 2014માં હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. હરાજી કરીને પૈસા પરત મેળવવા HCનો આદેશ હતો. તેમાં હરાજી બાદ જમીનની કિંમત સરકારને ચૂકવાશે. બિલ્ડીંગની કિંમત APMCને ચૂકવવામાં આવશે.

ખેડૂતના હિત માટેની જમીન પર 5 સ્ટાર હોટેલ બનાવી દેવામાં આવી હતી. 5 સ્ટાર હોટેલની 27મી ઓગસ્ટ મંગળવારે ઓનલાઇન હરાજી કરવામાં આવશે. હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newssuratSurat Market Yardsurat news
Advertisement
Next Article
Advertisement