IT કંપનીઓને કેપિટલ સબસિડીમાં 5 ટકાનો વધારો જાહેર
હયાત પોલિસીમાં અનેક ફેરફાર કરાયા, રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બ્લોક ચેઈન, ડેટા સાયન્સની આધુનિક ટેક્નોલોજી માટે પ્લેટફોર્મ તૈયાર કરવા અનેક છૂટછાટો જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રવર્તમાન ઈંઝ અને ઈંઝયજ પોલિસી દ્વારા ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ઉભરતી ટેકનોલોજી માટે વધુ સુદ્રઢ ઇકોસિસ્ટમ ઉભી કરવા આ પોલિસીમાં વધુ વ્યાપક જોગવાઈઓ-ફેરફારો વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કર્યા છે.
અપડેટેડ પોલિસી ફ્રેમ વર્કમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોક ચેઇન, બિગ ડેટા અને ડેટા સાયન્સ જેવી અતિ આધુનિક ટેકનોલોજી પણ આવરી લેવાઈ છે. ઈંઝ અને ઈંઝયજ પાર્ક સંબંધે પણ આ પોલીસીમાંં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.
પોલિસીમાં જે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે તે મુજબ ઈઅઙઊડ માટે સંશોધિત ટકાવારી (બિલ્ડીંગના બાંધકામ અને ખરીદી, કોમ્પ્યુટર, સોફ્ટવેર, નેટવર્કિંગ સંબંધિત હાર્ડવેર અને અન્ય સંબંધિત નિશ્ચિત અસ્કયામતો) અને ઘઙઊડ સપોર્ટ (લીઝ રેન્ટલ, ક્લાઉડ, બેન્ડવિડ્થ, પેટન્ટ, પાવર ટેરિફ સપોર્ટ) પાત્ર સંસ્થાઓ માટે ઉપલબ્ધ છે.
ઈંઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઈઅઙઊડ પ્રોત્સાહનો 25% થી વધારીને 30% કરવામાં આવ્યા છે. ઘઙઊડ સપોર્ટ અને વિશેષ પ્રોત્સાહનો તમામ પાત્ર સંસ્થાઓ માટે ઉપલબ્ધ રહેશે.
પોલિસીમાં આપવામાં આવેલા વિશેષ પ્રોત્સાહનોમાં રાજ્યમાં સર્જાયેલી દરેક નવી અને અનોખી નોકરી માટે રૂૂપિયા 60,000 સુધીની સહાય, ટર્મ લોન પર 7 ટકા સુધીની વ્યાજ સહાય, આત્મનિર્ભર ગુજરાત હેઠળ ચૂકવવામાં આવતી ઊઙઋ રકમ હેઠળ નોકરીદાતાના વૈધાનિક યોગદાનના 100 ટકા સુધીની ભરપાઈનો સમાવેશ થાય છે. રોજગાર સહાય અને વીજળી ડ્યુટીની 100% ભરપાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પોલિસી દ્વારા આઈ.ટી. ક્ષેત્રના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ (ૠઈંઈ)/ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (ૠઈઈ) માટે પ્રોત્સાહનો પણ પૂરા પાડવામાં આવશે. ૠઈંઈ/ૠઈઈ ઈંઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 30% ઈઅઙઊડ સપોર્ટ, નોન-ઈંઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 20% ઈઅઙઊડ સપોર્ટ, 15% ઘઙઊડ સપોર્ટ અને રોજગાર નિર્માણ પ્રોત્સાહન, વ્યાજ સબસિડી, ઇલેક્ટ્રિક ડ્યુટી પ્રોત્સાહન જેવા વિશેષ પ્રોત્સાહનો માટે પાત્ર હશે. અને આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય હેઠળ ઊઙઋ સપોર્ટ અપાશે.