For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નગર સેવકોની ગ્રાન્ટમાં વાર્ષિક 5 લાખનો વધારો, ડે. કમિશનરોને પણ મળશે 15 લાખ

05:28 PM Feb 09, 2024 IST | Bhumika
નગર સેવકોની ગ્રાન્ટમાં વાર્ષિક 5 લાખનો વધારો  ડે  કમિશનરોને પણ મળશે 15 લાખ

મેયરને રૂા. બે લાખ, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, વિપક્ષી નેતાની ગ્રાન્ટમાં દોઢ લાખ વધારાયા

Advertisement

મહાનગરપાલિકા દ્વારા દરેક નગરસેવકોને પોતાના વિસ્તારોમાં પ્રજાની માંગણી મુજબના વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેવી જ રીતે મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતનાને ગ્રાન્ટ ફાળવાતી હોય છે. જેમાં આ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. ચુંટાયેલા નગરસેવકોની ગ્રાન્ટમાં વાર્ષિક પાંચ લાખનો તેમજ મેયર અને ડે. મેયર સહિતનાની ગ્રાન્ટમાં દોઢથી બે કરોડનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ત્રણેય ઝોનના ડે. કમિશનરને પણ પ્રથમ વખત ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક ઝોનમાં કામ કરતા ડે. કમિશનર પાસે પણ લોકો પોતાના કામો માટે રજૂઆત કરતા હોય છે. આથી તેઓને પણ પોતાનીગ્રાન્ટમાંથી કામ કરવાની સત્તા મળી શકે તે માટે ડે. કમિશનરને હવેથી દર વર્ષે રૂા. 15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના દરેક ચુંટાયેલ સભ્યને પોતાના વોર્ડમાં વિકાસ કામો કરવા માટે હાલમાં પ્રતિ વર્ષ રૂૂ.15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાં રૂૂ.5 લાખનો વધારો કરી પ્રતિ વર્ષ રૂૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જે માટે બજેટમાં રૂૂ.3.6 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. સાથોસાથ માન. મેયરશ્રીની વિકાસ કામો માટેની ગ્રાન્ટ રૂૂ.6 લાખમાં વધારો કરી રૂૂ.8 લાખ, તેમજ ડે.મેયરશ્રી, સ્ટે. કમિટી ચેરમેનશ્રી તેમજ વિરોધ પક્ષના નેતાશ્રી, દરેકની વિકાસ કામો કરવા માટે ફાળવવામાં આવતી રૂૂ.4.5 લાખની ગ્રાન્ટમાં વધારો કરી રૂૂ.6 લાખ કરવામાં આવશે. તદુપરાંત, આગામી નાણાકિય વર્ષથી નાયબ કમિશનરશ્રીને પણ લગત ઝોનમાં વિકાસ કામો માટે રૂૂ.15 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, કોર્પોરેટરો પોતાના વોર્ડમાં કિકાસના કામો ઝડપથી કરી શકે તે માટે દર વર્ષે ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ મોંઘવારી એન વોર્ડનો વિસ્તાર વધતા તેમજ પ્રોજેક્ટોમાં પણ વધારો થતાં આ વર્ષે કોર્પોરેટર તેમજ પદાધિકારીઓની ગ્રાન્ટમાં વધારો કરાવમાં આવ્યો છે. જેનો ઉપયોગ તેઓ વિકાસના કામો માટે એક વર્ષ દરમિયાન કરી શકશે તેવી જ રીતે ડે. કમિશનર પણ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ પોતાના ઝોનમાં આવતા વિસ્તારના કોઈપણ વોર્ડમાં વિકાસના કામોમાં વાપરી શકશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement