ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોટડાસાંગાણીના ભાડવામાં એક કલાકમાં સાંબેલાધારે 5 ઈંચ

12:23 PM May 10, 2025 IST | Bhumika
Advertisement

આંબેચી ગીર-બાંટવા-3, માળિયા હા. 2॥, કેશોદ 1॥, ધોરાજી, ભાણવડ, વંથલી 1, વિસાવદર, કુતિયાણા, ભેસાણમાં 0॥ ઈંચ

Advertisement

ગીર પંથકમાં ભારે પવન સાથે ત્રણ ઈંચ વરસાદ ખાબકતા કેરીના પાકને ભારે નુક્શાન : 45 વીજપોલ ધરાશાયી થતાં 20 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

સૌરાષ્ટ્રમાં સાયકલોનીક સરક્યુલેશનના કારણે સતત પાંચમાં દિવસે અનેક વિસ્તારોમાં અડધાથી પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. કોટડાસાંગાણીના ભાડવા ગામે પાંચ ઈંચ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં તેમજ ભારે પવનનાકારણે વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. જ્યારે માળીયાહાટીનાના આંબેચાગીરમાં મીની વાવાઝોડાના કારણે ભારે તારાજી થઈ હતી. ધોધમાર વરસાદના કારણે કેરીના પાકનો સોથ વળી જતાં ખેડૂતોને કરોડો રૂૂપિયાનું નુકશાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોટડાસાંગાણીના ભાડવા ગામે એક કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યુ હતુ.

કોટડાસાંગાણીમાં રાત્રે ગાજવીજ સાથે 20 મીમી વરસાદ પડયો હતો. રામોદ નાના માંડવા રોડ ઉપર પીજીવીસીએલના તાર ઉપર વીજળી પડતા ત્રણ ટીસીઓ બળી ગયા હતા.45 વીજપોલ ધરાશાયી જ થયા છે અને 20 ગામોમાં વીજળી ( પુરવઠો ખોરવાયો હતો.જોકે રાત્રિના હ તમામ ગામોમાં સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી અને મોટા * ભાગે વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂૂ થઈ ગયો છે.

ભારે વરસાદના પગલે કોટડાસાંગાણી નજીક આવેલ ગોંડલી ડેમમાં બે ફૂટ નવા પાણીની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. આંબેચાગીરમાં આજે બપોર પછી અચાનક વીજળીના કડાકાભડાકા અને 3 મીની વાવઝોડા સાથે અઢીથી ત્રણ ઈંચ 1 વરસાદ ખાબક્તા વ્યાપક નુકશાન થયું 4. હોવાના અહેવાલ મળી રહ્યા છે. કેરીના બગીચા ખેદાનમેદાન થઈ ગયા છે. કેરીનો અ પાક સંપૂર્ણ નાશ પામ્યો છે.ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.માળીયાહાટીનામાં દિવસ દરમિયાન બફારા બાદ પવન સાથેરાા ઈંચ વરસાદ પડયો હતો. તલ, અડદ, મગ, કેરીના પાકને નુકસાન થયુ છે.

જૂનાગઢ શહેરમાં આજે બપોરે 4.30 કલાકથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘસી આવ્યા અને અચાનક જોરદાર વરસાદ તૂટી પડયો હતો, શરુઆતમાં વરસાદની તિવ્રતા વધુ હતી, બાદમાં છુટા છવાયા ઝાપટા વરસ્યા હતા, તો ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જયારે સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, બાંટવાથી સરાડીયા વચ્ચે ત્રણેક ઈંચ વરસાદ ખાબકી જતા અહીં ખેતરોમાં પાણી ભરાયા હતા, તો હાઈવે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા, તો વંથલી, ભેંસાણ, વિસાવદરમાં ગા, માળિયા, મેંદરડા, કેશોદમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. બાટવામાં બે કલાકમાં ત્રણ ઈચ વરસાદ માલધારી અને ખેડૂતોને સારાપુરાની મોટી નુકસાની આજે બપોરે બે વાગ્યાથી અત્યાર સુધીમાં અંદાજે ત્રણ ઈચ વરસાદ પવન સાથે ખાબક્તા માલધારીઓ તેમજ ખેડૂતોના પોતાના ઢોર માટેના નિરણ-પુરા મોટાપાયે પલળી ગયા છે.

સાવરકુંડલા તાલુકામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેતરોમાં ઉભેલા પાકોને નુકસાન થવાની 1 ભીતિ સર્જાઈ છે.ધારી શહેર તેમજ ગીર કાંઠા ના દલખાણીયા,મીઠાપુર, ચાચાઈ પાણીયા, તેમજ ઉપરવાસમાં કુબડા, ગોવિદપુર, સુખપુર સહિત ના ગામડાઓમાં સતત ચોથા દિવસે ભારે ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડકા સાથે કમોસમી ધોધમાર દોઢ ઇચ અને અનેક વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો.

આજથી બે દિવસ યલો એલર્ટ
સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી હજૂ માવઠાની અસર રહેનાર છે. આવતીકાલ શનિવારના રાજકોટ, મોરબી, સોમનાથ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 50 ટકા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રવિવારે માવઠાની માત્રા 25 ટકા વિસ્તારમાં રહેવાની શક્યતા છે. સોમવારે વરસાદનું જોર ઘટવાની સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના લીધે ખેડુતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

Tags :
gujaratgujarat newsKotdasanganiKotdasangani newsrain
Advertisement
Next Article
Advertisement