For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ ટેસ્ટમાં ભારતની શાનદાર જીતના 5 હીરો

12:59 PM Feb 19, 2024 IST | Bhumika
રાજકોટ ટેસ્ટમાં ભારતની શાનદાર જીતના 5 હીરો

રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમે 434 રને શાનદાર વિજય મેળવી પાંચ મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ચોથા દિવસે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 122 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતું. આ મેચમાં પ્રથમ દિવસે 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડના બેઝબોલની હવા કાઢી નાખી હતી. ભારતની જીતમાં પાંચ ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.

Advertisement

ભારતીય ટીમે મેચના પ્રથમ દિવસે માત્ર 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ ઈનિંગ સંભાળી હતી. રોહિતે જાડેજા સાથે મળી ચોથી વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં 131 રન ફટકાર્યા હતા.રવિન્દ્ર જાડેજા પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમી રહ્યો હતો. ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે જાડેજા પાંચમાં ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જાડેજાએ રોહિત શર્માની સાથે મજબૂત ભાગીદારી કરી હતી. પ્રથમ ઈનિંગમાં જાડેજાએ 112 રન ફટકાર્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી હતી. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં બે અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. એટલે કે મેચમાં કુલ સાત વિકેટ લીધી હતી. યશસ્વી જાયસવાલ ભારતીય ટીમે બીજી ઈનિંગમાં આક્રમક રીતે બેટિંગ કરી રન બનાવ્યા હતા. ભારતની આ ઈનિંગમાં સૌથી મોટો ફાળો યુવા બેટર યશસ્વી જાયસવાલનો રહ્યો હતો. યશસ્વીએ બીજી ઈનિંગમાં માત્ર 236 બોલમાં 14 ચોગ્ગા અને 12 સિક્સ સાથે અણનમ 214 રન બનાવ્યા હતા. જાયસવાલે સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારી છે.

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ત્રીજા દિવસે શાનદાર સ્પેલ ફેંકી મેચમાં ભારતની વાપસી કરાવી હતી. મોહમ્મદ સિરાજે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં હતું ત્યારે ચાર વિકેટ ઝડપીને ભારતની વાપસી કરાવી હતી.ભારતના યુવા બેટર સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. પોતાની પ્રથમ મેચ રમી રહેલા સરફરાઝે બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. પ્રથમ ઈનિગમાં સરફરાઝ ખાને 62 અને બીજી ઈનિંગમાં અણનમ 68 રન બનાવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement