For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોત

10:21 AM Dec 26, 2024 IST | Bhumika
અમદાવાદ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત  4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ  2ના મોત

Advertisement

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા હતાં. જેમાં બે લોકોના મોત થયાં છે. અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

મોડી રાત્રે આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જનાર આઇસર ચાલક પેપર રોલ ભરીને જતો હોવાની માહિતી મળી રહી છે. આઇસર સીએનજી હોવાથી તુરંત આગની ઝપેટમાં આવ્યું હતું. જ્યારે અન્ય બે આઇસર ટ્રકમાં ચોખા ભર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement