ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં બાઇક અકસ્માતમાં ધો.4ના છાત્રનું મોત: પિતાને ઇજા

12:26 PM Aug 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

સ્કૂલમાં ભણવા ગયેલા 9 વર્ષના પુત્રને તેડી પિતા ઘરે જતા હતા ત્યારે બાઇક સ્લિપ થતા ઘટી ઘટના

ગોંડલમાં રહેતા પરિવારનો નવ વર્ષનો માસુમ બાળક સ્કૂલે ભણવા ગયો હતો. ત્યારે પિતા બાઈક લઈને તેડવા ગયા હતા. સ્કૂલેથી ઘરે પરત ફરતી વખતે બાઈક સ્લીપ થતા ધો.4ના છાત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને ઇજા પહોંચી હતી. પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર પાટીદારના રસ્તે આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા પરિવારનો દેવરાજ વિજયભાઈ સલાટ નામનો 9 વર્ષનો માસુમ બાળક સ્કૂલમાં ભણવા માટે ગયો હતો ત્યારે તેના પિતા વિજય ધનાભાઈ સલાટ બાઈક લઈને પુત્ર દેવરાજને લેવા માટે ગયા હતા. સ્કૂલેથી પરત ફરતી વખતે વિજયભાઈ સલાટે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા દેવરાજ સલાટને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક દેવરાજ સલાટ બે ભાઈમાં મોટો અને ધો.4માં અભ્યાસ કરે છે અને પિતા સ્કૂલથી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentgondalgondal newsgujaratgujarat news
Advertisement
Advertisement