મનપાની ત્રણ અંગ્રેજી માધ્યમની શાળામાં 485 બાળકોને પ્રવેશ અપાયો
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે તેમાં SNK ગૃપના J.H.P. FOUNDATIONનાં સહયોગથી મધ્યમ વર્ગના બાળકોને ઉમદા, શ્રેષ્ઠ-કવોલીટી યુકત શિક્ષણ મળી રહયું છે. આ શાળામાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ઉપરાંત પાઠય પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવે છે.
ત્રણ શાળાઓ કવિશ્રી નર્મદ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, 3/9 ગાયત્રીનગર, બોલબાલા માર્ગ, શ્રી રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, સાઘુ વાસવાણી માર્ગ તથા ડો. હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, દુધ સાગર માર્ગ પર આવેલ છે તેમાં નર્સરીના પ્રવેશ માટે જે બાળકોના માતા-પિતા મારફત ફોર્મ જમા કરવામા આવેલ છે, તે તમામ છાત્રોને દર વર્ષની માફક પારદર્શક ડ્રો પધ્ધતીથી પ્રવેશ આપવા માટે તા.- 07/06/2025, શનિવારના રોજ સવારે 09:30 કલાકે પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરીયમ, મેઈન હોલ, રૈયા રોડ ખાતે આયોજન કરવામા આવેલ હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલ નાની દિકરીઓના હસ્તે તમામ ચીઠ્ઠીઓ ખેંચાવામાં આવેલ હતી અને પ્રવેશ મેળવેલ દરેક વિધાર્થીનુ નામ ઉપસ્થિત મહાનુભાવો મારફત જાહેર કરવામાં આવેલ. આ પ્રવેશ પ્રક્રિયામાં શાળા દિઠ 13 દિકરીઓ અને 12 દિકરાઓ એમ કુલ 25 (પચ્ચીસ) વિધાર્થીઓને ડ્રો મારફત પ્રવેશ આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારીયા, પૂર્વ સાંસદ, ડો.માઘવભાઈ દવે, પ્રમુખ શહેર ભાજપ, દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ઘારાસભ્ય, બિનાબેન આચાર્ય, મંત્રી, પ્રદેશ ભાજપ, મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા, ડે. મેયર, લીલુબેન જાદવ, નેતા શાસક પક્ષ, મનીષભાઈ રાડીયા, દંડક શાસક પક્ષ, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી, શહેર ભાજપ, કિરીટસિંહ પરમાર, શાસનાધિકારી ન.પ્રા.શિ.સ. રાજકોટ અને સંગીતાબેન છાયા, અજયભાઈ પરમાર, રસિકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, મનસુખભાઈ વેકરીયા, ઈશ્વરભાઈ જીતીયા, સુરેશભાઈ રાઘવાણી, હિતેષભાઈ રાવલ, જયદિપભાઈ જલુ, જગદીશભાઈ ભોજાણી, સદસ્ય પ્રવેશ મેળવેલ બાળકોને અભિનંદન સાથે આર્શીવાદ આપેલ.
ત્રણેષ શાળાઓમાં હાલ 292 કુમાર તથા 270 ક્ધયા મળી કુલ 502 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે (2025-26) ત્રણ શાળાઓ વચ્ચે કુલ-પ53 કોર્મનું વિતરણ કરવામાં આવેલ હતું જેમાંથી 494 કોર્ય ભરાઈને પરત આવેલ હતા અને તમામ ચકાસણી બાદ 9 (નવ) કોર્મની અરજીઓ અમાન્ય કરેલ અને કુલ 485 અરજીઓ માન્ય કરવામાં આવેલ.