રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામનગરમાં 48 હજાર ચો.મી. જમીન પર નિર્માણ થશે ર1 કરોડના ખર્ચે જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

12:34 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

જામનગરના રમતગમતના ખેલાડીઓને આગામી દિવસોમાં એક અદ્યતન અને વિવિધ રમતો માટેના મેદાનની ડિસ્ટ્રેક્ટ સ્પોર્ટસ કોમ્પલેક્ષના સ્વરૃપમાં ખૂબ જ ઉપયોગી ભેટ મળશે. 89-જામનગર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષના નિર્માણ માટે કરેલી સતત રજૂઆતોને સફળતા મળી છે અને જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે બ્રુક બોન્ડવાળી જમીનમાં 48 હજાર ચોરસમીટરની વિશાળ જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા ગુજરાત સરકારે મંજુરી આપી છે. જામનગર શહેર/જિલ્લામાં વિવિધ રમતોના ખેલાડીઓ માટે હાલ કોઈ સરકારી મોટું મેદાન નથી કે ખાસ કોઈ સુવિધા નથી.

Advertisement

આ સંજોગોમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ 17-3-ર0ર3 ના દિને રાજ્યના રમતગમત-સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખી બ્રુક બોન્ડવાળી જમીન સ્પોર્ટસ સંકુલ માટે ફાળવવા ભલામણ-રજૂઆત કરી હતી. તે સંદર્ભમાં મંત્રી હર્ષભાઈ સંઘવીએ જામનગર જિલ્લા કલેક્ટરને સૂચના આપતા 48,698 ચો.મી. જમીન ફાળવવા અને તે જમીનના વર્ગોફેરની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ઈન્ડોર તથા આઉટડોર રમતો માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. અંદાજે રૃા. ર1 કરોડના ખર્ચે આ સંકુલ તૈયાર થવાની ધારણા છે.

આ કોમ્પલેક્ષમાં રમતગમતના મેદાનો કોર્ટ માટેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, લોન ટેનિસ, ફૂટબોલના મેદાન હશે. આ ઉપરાંત આધુનિક 400 મીટરનો એથ્લેટિક ટ્રેક બનશે. ઈન્ડોર રમતો માટેનું બિલ્ડીંગ, ખેલાડીઓ માટે ટોયલેટ બ્લોક, ચેઈન્જ રૃમ, જુદા જુદા એન્ટ્રી-એક્ઝીટ ગેઈટ, પાર્કિંગની પર્યાપ્ત સુવિધા, સિક્યોરીટી માટેની વ્યવસ્થા કરવામાં આવનાર છે અર્થાત્ આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ એક સંપૂર્ણ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને ખેલાડીઓને રમતગમત માટે આદર્શ પ્લેટફોર્મ સમાન બની રહેશે.ધારાસભ્ય રિવાબા જાડેજાના જણાવ્યા પ્રમાણે આગામી ટૂંક સમયમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને ત્યારપછી તેનું નિર્માણ કાર્ય શરૃ કરી દેવામાં આવશે. જામનગરના ઉગતા ખેલાડીઓ તેમની પ્રતિભા ઝળકાવી શકે તેવા મેદાનની સુવિધા ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસોના કારણે ઉપલબ્ધ થશે. જામનગરમાં રંગમતિ-નાગમતિ નદી પર રીવર ફ્રન્ટ પ્રોજેક્ટને મંજુર કરાવવાની સફળતા પછી રિવાબા જાડેજાની આ બીજી મોટી સફળતા છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newssports complex
Advertisement
Next Article
Advertisement