476 કેબિન 10 માળનું ક્રુઝ અલંગમાં લાંગર્યું
મંદીના માહોલમાં મોટુ જહાજ ભાંગવા આવતા આશાનું કિરણ જાગ્યું
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં વ્યાપેલી મહામંદીની વચ્ચે લકઝરિયસ ક્રુઝ શિપ ભંગાણાર્થે આવી પહોંચ્યુ છે. આ જહાજ અલંગના પ્લોટ નંબર 15માં ગુરૂૂવારે સાંજે બીચ કરાવવામાં આવ્યુ હતુ, હવે સરકારી પ્રક્રિયાઓ બાદ જહાજને તોડવાની કામગીરી શરૂૂ થશે
વર્ષ 1980માં ક્રુઝ શિપ વાયકિંગ સાગાને તરતુ મુકવામાં આવ્યુ હતુ, બાદમાં તેના અનેક વખત નામ બદલવામાં આવ્યા હતા. સેલી અલ્બાટ્રોસ, લીવર્ડ, સુપરસ્ટાર ટોરસ, સીલજા ઓપેરા, લૂઇસ ક્રિસ્ટલ, ન્યૂ ડોન અને છેલ્લે સન બ્રાઇટ નામ રાખવમાં આવ્યુ હતુ, હાલ તેનું નામ રાઇટ છે. લકઝરીયસ સવલતો ધરાવતા આ જહાજમાં વર્ષ 1990માં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે ખાક થઇ ગયુ હતુ, બાદમાં તેનું ફિનલેન્ડ ખાતે રીબિલ્ડ કરાવવામાં આવ્યુ હતુ અને વર્ષ 1992માં પુન: તરતુ મુકવામાં આવ્યુ હતુ.
વર્ષ 1994માં પણ ક્રુઝ શિપ રાઇટ અંશત: ડૂબી ગયુ હતુ અને બાદમાં તેની મરામત કરાવવી પડી હતી. છેલ્લે વર્ષ 2016માં તેનું રીનોવેશન કરાવવામાં આવ્યુ હતુ. અને ત્યારથી તે ક્રુઝ મુસાફરી કરી રહ્યું હતુ, મુસાફરોમાં પણ તે ખાસ્સુ લોકપ્રિય હતુ. અલંગના પ્લોટ નં.15 અનુપમા સ્ટીલ ખાતે ગુરૂૂવારે સાંજે આ શિપ આવી પહોંચ્યુ છે. આમ લાંબા ગાળાની મંદીના માહોલ બાદ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે દસ માળનું લકઝરિયસ ક્રુઝ ભંગાવા માટે આવતા આશાનું કિરણ જાગ્યું છે.
આ શિપની વિશેષતાઓમાં ક્રૂઝમાં માળ10 કેબિન476 જન11780 મેટ્રિક ટન મુસાફરની ક્ષમતા1409 ક્રૂ મેમ્બરની ક્ષમતા300 રેસ્ટોરાં4 જિમ2 તેમજ સ્વિમિંગ પૂલ, થિએટર, ગેમિંગ ઝોન, સ્પા2 બારરૂૂમ ડિસ્કો થેક3 આવેલા છે.