ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એક વર્ષમાં 47 લાખ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આનંદ, પાવાગઢ મોખરે

04:43 PM Feb 07, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે 47.64 લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડનખટોલાનો આંનદ માણ્યો છે,જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર-2024 દરમિયાન, પાવાગઢમાં 24.47 લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં 7.57 લાખથી વધુ જ્યારે અંબાજી રોપ-વેનો 15.59 લાખથી વધુ એમ કુલ 47.64 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે.
2.3 કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક છે, જે ગિરનાર પર્વતોની જમીનથી 3660 ફૂટની ઊંચાઈએ આવેલા પવિત્ર માં અંબાજીના મંદિર સાથે જોડે છે.

વડાપ્રધાન મોદી દ્વારા ઓક્ટોબર 2020માં આ રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ચાર વર્ષ દરમિયાન 30 લાખથી વધુ મુલાકાતીઓએ રોપ-વેની આ સેવાનો અનુભવ કર્યો છે. રોપ-વેના 31 આધુનિક કેબિન પ્રતિ કલાક 1000 મુસાફરોનું પરિવહન કરે છે,જેમાં 9 મિનિટની આકર્ષક રાઈડ ભવ્ય ગિરનાર પર્વતોના મનોહર દૃશ્યો દર્શાવે છે.વધુમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી રોપ-વે દરેકમાં વેઇટિંગ હોલ,ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઈડ સર્વિસ, વ્હીલચેર, લોકર,પીવાનું પાણી,શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ જેવી વિવિધ અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગિરનાર રોપ-વે સવારે 07 થી સાંજે 05 કલાક સુધી,પાવાગઢ રોપ-વે સવારે 06 થી સાંજે 05:45 કલાક સુધી જ્યારે અંબાજી રોપ-વે સવારે 07 થી સાંજે 06 કલાક સુધી યાત્રીઓ માટે ચાલુ રહે છે. યાત્રીઓને સાંસ્કૃતિક અનુભવ થાય તે માટે ડિસેમ્બરથી માર્ચ દરમિયાનનો સમય શ્રેષ્ઠ હોય છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ટિકિટ્સ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

 

 

Tags :
gujaratgujarat newsPavagadhPavagadh newsropeway
Advertisement
Next Article
Advertisement