For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડ્રાઈવરના ભરતી નિયમો કડક બનાવતા 47 સિટી બસ બંધ

04:17 PM Jun 25, 2025 IST | Bhumika
ડ્રાઈવરના ભરતી નિયમો કડક બનાવતા 47 સિટી બસ બંધ

80માંથી 6 રૂટ સદંતર બંધ, એજન્સીએ ભરતી ચાલુ કરી, તા. 16 એપ્રિલના અકસ્માત બાદ સર્જાયેલી અંધાધૂંધી યથાવત

Advertisement

મહાનગરપાલિકા સંચાલિત સીટીબસ સેવા છેલ્લા બે માસથી કથડેલી હાલતમાં જોવા મળી રહી છે. એપ્રિલ માસમાં ઈન્દિરા સર્કલે અકસ્માત સર્જાયા બાદ સીટીબસના નિયમમાં મોટાફેરફાર કરવામાં આવ્યા હતાં. જેમા ખાસ કરીને ડ્રાયવરોની ભરતીના નિયમો કડક બનાવતા અનેક ડ્રાયવરોને છુટા કરી દેવામાં આવેલ તેમજ ઈલેક્ટ્રીક બસમાં પણ ઈસ્યુ ઉભા થતાં અડધો અડધ બસ બંધ હતી. જે હવે પાટે ચડ્યુ છે. છતાં આજે 47 સીટી બસ બંધ હોય છ રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે. અને એજન્સીએ પણ નવા ડ્રાયવરોની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી છે.

શહેરના ઈિન્દિરા સર્કલ પાસે તા. 16 એપ્રિલના રોજ સીટીબસનો ગંભીર અકસ્માત થયેલ જેના લીધે સીટીબસના નિયમમાં મોટાફેરફાર કરવામાં આવ્યા હતાં. ડ્રાયવરોની બેદરકારી સામે આવતા ડ્રાઈવરોની ઉંમર તેમજ મેડીકલ સર્ટી સહિતના નિયમો કડક બનાવવામાં આવે જેનો ડ્રાઈવરોએ પણ વિરોધ કરેલ અને અનેક લોકોએ રાજીનામા આપી દીધા હતાં. ત્યાર બાદ કાળજાળ ઉનાળામાં ઈલેક્ટ્રીક બસની બેટરી ડિસ્ચાર્જ થઈ જવાની તેમજ સેન્સરો ખરાબ થઈ જતાં સૌથી વધુ બસ રિપેરીંગમાં મોકલી હતી અને અમુક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતાં. સમય જતાં હવે રૂટનો ઈસ્યુ ખતમ થવા આવ્યો છે. છતાં નવા ડ્રાઈવરો જરૂરિયાત મુજબ ન મળતા આજે પણ 47 સીટીબસ ડેપોમાં ડ્રાયવરોની રાહ જોઈને પડી છે. તેના લીધે છ રૂટ સદંતર બંધ કરવાની મનપાને ફરજ પડી છે.

Advertisement

મહાનગરપાલિકાએ બીઆરટીએસ અને સીટીબસનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપવામાં આવ્યો છે. તે એજન્સીઓને ડ્રાયવરોની ઝડપી ભરતી કરવાની સુચના આપી છે. પરંતુ અકસ્માત બાદ ભરતીના નિયમો કડક બનતા ઈન્ટરવ્યુ આપવા આવતા મોટાભાગના ડ્રાયવરો ફેલ થઈ રહ્યા છે. જેના લીધો ડ્રાયવરની મોટી ઘટ ઉભી થઈ છે. તેમજ ડ્રાયવરોને અપાતો ઓવરટાઈમ બંધ કરાતા હાલ ડ્રાયવરોન અછતના કારણે 47 બસ થંભાવી દેવામાં આવી છે. જેના લીધે બંધ થયેલા રૂટ ઉપર મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો છે. હાલમાં શાળા-કોલેજોમાં વેકેશન ખુલી જતાં વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં કોર્પોરેશન દ્વારા એજન્સીને જવાબદારી સોંપી ડ્રાયવરોની ભરતી થાય ત્યારે બંધ થયેલા રૂટ શરૂ કરવામાં આવશે. તેવું મન મનાવી લીધું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement