ઉતરાયણે 463, આજે 11 વાગ્યા સુધીમાં જ 107 પક્ષીઓ ઘવાયા
એનીમલ હેલ્પલાઇન દ્વારા તાકીદે સારવાર અપાઈ: પશુુ-પક્ષીઓ માટે 365 દિવસ કંટ્રોલરૂમ કાર્યરત
કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં પપક્ષી બચાઓ અભિયાન-2025થ માં અત્યાર સુધી પતંગનાં દોરાઓથી ઘવાયેલા ઘણા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા છે. એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ સતત ખડે પગે રહીને પક્ષીઓની સારવાર કરી રહ્યું છે જેથી કરીને તેમનું જીવન બચાવી શકાય. 14 મી જાન્યુઆરી આખા દિવસ દરમિયાન પતંગનાં દોરાઓથી ઘવાયેલા, ઈજા પામેલા 463 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં 453 કબૂતર, 4 સમડી, 2 હોલા, 2 રણ કાગડા, 1 પોપટ અને 1 ચકલીનો સમાવેશ થાય છે અને 15 જાન્યુઆરી એ સવારે 11 વાગ્યા સુધીમાં 107 પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા છે. 15 જાન્યુઆરીએ પણ રાત્રે 9 વાગ્યા સુધી એનીમલ હેલ્પલાઈનનો કંટ્રોલ રૂૂમ કાર્યરત રહેશે ત્યારબાદ ઘવાયેલા પશુ, પક્ષીઓ માટેની આ સેવા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા 365 દિવસ, 24 કલાક શરુ રાખવામાં આવશે.
કરૂૂણા અભિયાનથમાં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક, ડો. ભટ્ટ, ડો. પરીખ, ડો. ગર્ગ, ડો. ડી. એન બોરખત્રિયાના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો, કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવિ માલવીયા, ડો. અરૂૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા જુનાગઢના ડો. શ્રુતિ ઈમાનદાર, ડો. મીત પંડયા, ડો. ઉર્વશી રામોલિયા, ડો. નિર્ભય, ડો. ઇશાન ધર્મપાલ, ડો. ગિરઈનાયક, ડો. મૌનીક, ડો. ઋત્વિકા પટેલ, ડો. સાયમનતાકા પંડયા, ડો. રાધા, ડો. તિષિતન, ડો. દિશા ધામલિયા, ડો. યશવા, ડો. ધનંજયસિંહ ચૌહાણ, ડો. વિશ્વાસ પટેલ, ડો. જગદીશ માલી, ડો. હેમેન્દ્ર પરમાર, ડો. હર્ષ પટેલ, ડો. રવિ પટેલ, ડો. રવિ ખાંધર, ડો. નિર્મિત રાણા, ડો. નીતિન શર્મા, ડો. સાગર કાચા સાથી ટીમનાં 40 તબીબો પોતાની સેવા આપી રહયાં છે.અબોલ જીવોનાં પ્રાણદાનમાં ઉપયોગી થવા ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર સમિતિ સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી, શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઇનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ધીરૂૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, સહિતનાઓએ વિનંતી કરી છે.
આવા ગાળીયા હટાવીને 1 (એક) કિલો પતંગની દોરીના ગુચ્છા જે મિત્રો એનીમલ હેલ્પલાઈનકરૂૂણા ફાઉન્ડેશનની ઓફિસે જમા કરાવશે તેને પુરસ્કાર રૂૂપે 151 રૂૂપીયા અપાશે. પતંગની દોરીના ગુચ્છા તા.20 જાન્યુઆરીને સોમવારે સવારે 10 થી સાંજે 6 દરમ્યાન, શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન, પજનપથથ, તપોવન સોસાયટી2 નો ખૂણો, અક્ષર માર્ગ, સરાઝા બેકરી પાસે, રાજકોટ ખાતે જમા કરાવવાના રહેશે. કરૂૂણા અભિયાન 2025 અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: 98242 21999), પ્રતિક સંઘાણી (મો. 9998030393) તથા એનીમલ હેલ્પલાઇન (મો-9898019059/9898499954) નો સંપર્ક કરવા જણાવ્યું છે.