ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મંજૂરી વગર મંડપ નાખનાર 46 આસામીઓને રૂા. 3.63 લાખનો દંડ

05:17 PM May 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ મંજુરી વગર આદેધડ મંડપ અને છાજલી નાખનાર 46 આસામીઓને રૂા. 3.63 લાખનો દંડ ફટકારી જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં જ્યુબેલી મવડી બ્રિજનીચે રેલ્વે લાઈન,આનંદ બંગલા ચોક,રામનાથ પરા,કરણ્પાર્ક,રૈયા રોડ,નંદનવન પાર્ક,રવિવારી આજીડેમ,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 42 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. જ્યુબેલી,જામનગર રોડ,હેમુગઢવી હોલ,જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ,જંકશન રોડ,કૃષ્ણનગર મે.રોડ,રૈયા રોડ,150 ફુટ રોડ,કાલાવાડ રોડ,નાણાવટી ચોક,ભીમનગર રોડ,યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્ય 362 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ હતી.

Advertisement

જામનગર રોડ, લક્ષ્મિનગર, જ્યુબેલી, યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી 2171 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી રૂૂ.3,63,050- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. 80ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.1,17,420/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જામનગર રોડ,જલારામ ચોક,જંકશન પ્લોટ,રેસકોર્ષ રોડ,યુનિ.રોડ,150 ફુટ રોડ,નાણાવટી ચોક,સાધુવાસવાણી રોડ, પટેલ ક્ધયા છાત્રાલય,કોઠારીયા રોડ,સેટેલાઈટ ચોક પરથી 1768 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement