For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 458 મુલાકાતીઓને અપાયો નિ:શુલ્ક પ્રવેશ

05:38 PM Oct 05, 2024 IST | Bhumika
પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 458 મુલાકાતીઓને અપાયો નિ શુલ્ક પ્રવેશ
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે 02 ઓક્ટો. થી 08 ઓક્ટો દરમિયાન ઝૂ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન તમામ શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. ઉપરાંત, વન્યપ્રાણીઓ અંગે વધુ ને વધુ લોકજાગૃતિ કેળવાય તે માટે 04-ઓક્ટો-2024નાં રોજ વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે તમામ મુલાકાતીઓને પ્રાણીસંગ્રહાલય ખાતે નિ:શુલ્ક પ્રવેશ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ:2024-25નાં બજેટમાં નિર્ણય કરવામાં આવેલ હતો.

જેના અનુસંધાનમાં તા.04/10/2024, શુક્રવારના રોજ વન્ય પ્રાણી દિવસ નિમિતે પ્રદ્યુમન પાર્ક ઝૂની 458 મુલાકાતીઓએ નિ:શુલ્ક પ્રવેશ મેળવી ઝૂની મુલાકાત કરી હતી તેમજ ચાલુ વર્ષમાં એપ્રિલ-2024થી સપ્ટેમ્બર-2024 દરમ્યાન કુલ-246466 નાગરિકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લીધી તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયરનયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

Advertisement

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 65 પ્રજાતિઓનાં કુલ 553 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી-5ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝૂ ખાતે પાંચ માસ પહેલા જન્મ થયેલ 02 સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવાનું શરૂૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement