ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ક્ધવેન્શન સેન્ટર માટે 45000 ચો.મી. જામીનની ફાળવણી

05:17 PM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા ક્ધવેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂૂ.50 કરોડ જેટલી રકમ આ ક્ધવેનશન સેન્ટર માટે ફાળવવામાં આવી છે.ત્યારે રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તાર એટલે કે સેક્ધડ રિંગ રોડ પર અટલ સરોવર પાસે ક્ધવેનશન સેન્ટર બનાવવા માટે તંત્ર દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે અને ડિઝાઇન તૈયાર કરી આગામી ત્રણ વર્ષની અંદર આધુનિક ક્ધવેનશન સેન્ટર બનાવવા કવાયત શરૂૂ કરી દેવામાં આવી છે.

Advertisement

આ ક્ધવેનશન સેન્ટર બનવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને આનો સીધો ફાયદો થશે અને તેમણે પોતાના બિઝનેશ પ્રોડક્ટના એક્ઝિબિશન માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્લી નહિ પરંતુ રાજકોટમાં ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે. રાજકોટ શહેરએ ઓટોમોબાઈલ, એન્જીનીયરીંગ અને ઇમિટેશન માર્કેટ માટે દેશભરમાં જાણીતું શહેર છે. આ ઉપરાંત રાજકોટની બાજુમાં મોરબી એ સીરામીક હબ માનવામાં આવે છે જયારે જામનગર એ બ્રાસ પાર્ટ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે આ બધા ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એક્ઝિબિશન માટે ગાંધીનગર મહાત્મા મંદિર, મુંબઈ કે દિલ્લી જેવા શહેરો તરફ ન જવું પડે તે માટે સૌરાષ્ટ્ર ભરના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા રાજકોટની અંદર ગાંધીનગર કરતા પણ મોટું અને વિશાળ ક્ધવેનશન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પ્રથમ તબક્કામાં જગ્યાની ફાળવણી કરી દેવામાં આવ છે બાદમાં તબક્કાવાર એક બાદ એક એજન્સી નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આવતા ત્રણ વર્ષની અંદર આધુનિક ક્ધવેનશન સેન્ટર રાજકોટમાં બનાવવા માટે તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા દિવાળી પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ક્ધવેનશન સેન્ટરના ક્ધસલ્ટન્ટ નિમણુંક માટે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોની માંગણીને સ્વીકારી રાજ્ય સરકારની સૂચનાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે રાજકોટમાં ક્ધવેનશન સેન્ટર બનાવવા માટે કામગીરી શરૂૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે મનપા દ્વારા અટલ સરોવર પાસ સ્માર્ટ સીટી વિસ્તારમાં 45000 વારથી વધુ જગ્યા ફાળવણી કરી દેવામાં આવી છે જ્યાં આધુનિક ક્ધવેનશન સેન્ટર બનાવવા નિર્ણય કરાયો છે. ક્ધસલ્ટન્ટની નિમણુંક કરી બાદમાં અલગ અલગ ડિઝાઇન મેળવી એક સારામા સારી ડિઝાઇન નક્કી કરી લગભગ ત્રણ વર્ષમાં ક્ધવેનશન સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પોતાના બિઝનેશના પ્રમોશન માટે ગાંધીનગર, દિલ્લી, મુંબઈ, તેમજ જાપાન, રશિયા અને ચીન સહિતના દેશોમાં જતા હતા જો કે હવે આ ઉદ્યોગકારોએ પોતાના બિઝનેસ પ્રમોશન માટે દૂર નહિ જવું પડે અને ઘર આંગણે રાજકોટમાં ક્ધવેનશન સેન્ટર ખાતે જ એક્ઝિબિશન યોજી શકશે અને દેશ વિદેશના અન્ય ઉદ્યોગકારો તેમાં ભાગ લઇ શકશે અને પોતાની વસ્તુઓનું વધુ સારી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકશે. આનાથી માત્ર ઔદ્યોગિક જ નહિ પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ પણ બધું મજબૂત બનશે માટે ત્રણ વર્ષની અંદર ક્ધવેનશન સેન્ટર બનાવી દેવાનો અમારો લક્ષ્યાંક છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement