For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ યાર્ડમાં 45000 ડુંગળીના કટ્ટાની આવક: પટાંગણમાં થપ્પા થયા

05:27 PM Jan 07, 2025 IST | Bhumika
રાજકોટ યાર્ડમાં 45000 ડુંગળીના કટ્ટાની આવક  પટાંગણમાં થપ્પા થયા

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીઓની સતત આવક થઈ રહી છે. ત્યારે આજે ફરીથી ડુંગળીની મબલખ આવક થઈ છે. યાર્ડમાં સુકી ડુંગળીના 45 હજાર જેટલા કટ્ટા ઠલવાતા યાર્ડમાં ડુંગળીના કટ્ટાના થપ્પા લાગી ગયા હતાં. યાર્ડના પટ્ટાંગણ અને શેડમાં તમામ કટ્ટાની ઉતરાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટના પોપટભાઈ સોરઠિયા (સબયાર્ડ)માર્કેટયાર્ડ ખાતે આજરોજ ડુંગળીની ઉતરાઈ આપવામાં આવેલ હતી, જેમાં ડુંગળી ભરેલા અંદાજે 500 થી વધુ વાહનોને સાંજ સુધીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને જેમાં અંદાજે 45.000 ડુંગળી કટ્ટાની આવક નોધાવા પામી હતી. માર્કેટયાર્ડ ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેન ડીરેક્ટરઓ તેમજ માર્કેટ યાર્ડ સ્ટાફ દ્વારા ડુંગળીની ઉતરાઈ અને ટ્રાફિક વ્યવસ્થા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement