For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોહરમ પર્વે રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં 4500 જવાનો તૈનાત

05:30 PM Jul 17, 2024 IST | Bhumika
મોહરમ પર્વે રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં 4500 જવાનો તૈનાત
Advertisement

મંગળવાર અને સોમવાર એમ બે દિવસ મહોરમ (તાજીયા)નો પર્વ ઉજવનાર હોય જે દરમ્યાન રાજકોટ રેન્જ વિસતારોમાંથી નિકળનાર ઝુલુસ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર રેન્જ આઈજી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ પાંચ જિલ્લાઓના એસપીઓને ખાસ સુચનો આપી સોશ્યલ મીડીયા તેમજ અન્ય રીતે અસામાજીક તત્વો દ્વારા કોઇ વાંધાજનક પોસ્ટ કે ટીપ્પણી કરવામાં ન આવે તે માટે ખાસ વોચ રખાવવા, ઝુલુસ નિકળનાર વિસ્તારના આગેવાનો સાથે શાંતી-સમીતીની મીટીંગ યોજવા તેમજ સંવેદનસીલ વિસ્તારમાં પુરતો પોલીસ બંદોબસ્ત જાળવવા જેવી વિવિધ કામગીરી માટે જરૂૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતી.

રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં આશરે 300 થી વધુ મહોરમ (તાજીયા) અનુસંધાને ઝુલુસો નિકળનાર છે. જેમાં અંદાજે 2,00,000 માણસો ભાગ લઇ શકે છે. જેથી 15 થી વધુ એએસપી, ડીવાયએસપી, 200થી વધુ પીઆઈ પીએસઆઇ તેમજ આશરે 2500 જેટલા પોલીસ કર્મચારીઓ અને 2000 થી વધુ હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી જવાનો દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. 100 થી વધુ શાંતિ સમીતીની મીટીંગ યોજવામાં આવેલ હતી. જેમાં આશરે 2500 થી વધારે આગેવાનો જોડાયેલ હતા. જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, સોશ્યલ મીડીયા ઉપર મુકાતી વાંધાજનક પોસ્ટ પરથી કે ખોટી અફવાથી દોરાઇ નહીં.

Advertisement

ચોમાસાની સીઝન હોય વરસાદી વાતાવરના લીધે કોઇ ઇલેકટ્રીક શોટ સર્કીટનો બનાવ ન બને તે અંગેની કાળજી તેમજ ખાસ તકેદારી રાખવા તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. કંઇ વાંધાજનક / શંકાસ્પદ વસ્તુ કે હકીકત જણાય આવતા જિલ્લાના કંન્ટ્રોલ રૂૂમ રાજકોટ રેન્જ 0281-2475516, દ્રારકા 02833-232002, જામનગર 0288-2550200, મોરબી 02822-243478, રાજકોટ ગ્રામ્ય 0281-2455303, સુરેન્દ્રનગર 02752-282452 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement