જસદણના સ્મશાનઘાટમાં મેલી વિદ્યા, આસુરી શક્તિનું ખંડન કરતાં 450 વિદ્યાર્થી ભાઈ-બહેનો
વિજ્ઞાન જાથાએ અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ યોજી જાગૃતિ ફેલાવી કે ભૂત, પ્રેત, ડાકણનું અસ્તિત્વ નથી
રાજકોટ જિલ્લાના જસદણ મોક્ષધામમાં સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એસ.પી.એસ.સંકુલના 450 છાત્ર છાત્રાઓએ સ્મશાનમાં સદીઓ જુની માન્યતા, કુરિવાજો, પરંપરાઓ, અંધવિશ્ર્વાસનું ખંડન કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતાં. મેલીવિદ્યાની નનામી, અગોચર શક્તિ, આસુરી શક્તિ, ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલનો ભય, ભ્રામકતાને સામુહિક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સ્મશાનમાં દિવાળી જેવો માહોલનું સર્જન થયું હતં. વિજ્ઞાન સુત્રોથી લોકોના દિલ જીતી લીધા હતાં.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદઘાટન ટ્રસ્ટનાં કમલેશભાઈ હિરપરા, મોક્ષધામના જે.ડી.ઢોલરીયા, ધીરૂભાઈ સાયાણી, મનજીભાઈ પટેલ, ધર્મેશભાઈ કલ્યાણી, કેવલભાઈ હિરપરા સહિત આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં 450 છાત્ર-છાત્રાઓને કહેવાતી મેલીવિદ્યાની નનામીને ઉપાડી અંધશ્રધ્ધા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતાં. નનામીને સ્મશાનમાં ખાટલે અને વિદ્યુત ઈલેકટ્રીકથી અગ્નિદારહનો તફાવતની જાણકારી આપવામાં આવી હતી. ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલ વિગેરે મનની ત્રુટિમાંથી ઉદભવેલી કાલ્પનિક વાર્તાથી જ છે. હકીકત નથી. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ એસ.પી.એસ. એ સ્મશાનમાં કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન આપ્યા હતાં. છાત્ર છાત્રાઓ હંમેશા નવા વિછારોને આવકારે છે. જ્ઞાન પધ્ધતિ સર્વાંગી લાભકારક છે. સદીઓથી ચાલી આવતી પરંપરાઓ, ગેરમાન્યતા, કુરિવાજોને ફગાવવા જોઈએ. પોતાના ઘરેથી પહેલ કરવી જોઈએ બોલીએ છીએ તેનું આચરણ થવું જોઈએ.