For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આઈટીની 43 બી (એચ) સામે સૌરાષ્ટ્રના વ્યાપાર-સંગઠનો મેદાને

03:36 PM Feb 19, 2024 IST | Bhumika
આઈટીની 43 બી  એચ  સામે સૌરાષ્ટ્રના વ્યાપાર સંગઠનો મેદાને
  • અઠવાડિયામાં જ રણનીતિ ઘડવા રાજકોટમાં યોજાશે બેઠક, ચેમ્બર ઓફ કોમર્સ તમામ સંગઠનોને સાથે રાખી સરકારને ઢંઢોળશે

ઈન્કમટેકસની નવી કલમ 43બી (એચ) કાયદાથી નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભારે હાલકી પડી રહી હોય આ કલમ નાબુદ કરવા માટે મહાજન સંસ્થાઓ દ્વારા સરકારમાં અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ નહીં આપવા મહાજન સંસ્થાઓ સરકાર સામે મોરચો માંડશે. સૌરાષ્ટ્રનાં તમામ વેપારી સંગઠનોની રાજકોટમાં બેઠક યોજાશે અને તેમા આગામી રણનીતિ ઘડી અને સરકારને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવશે.

Advertisement

આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિ.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે સેકશન 43બી (એચ) કલમથી ઘણા વેપારીઓને તેમાં સમસ્યા થઈ રહી છે અને ઘણા વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે. પરંતુ મોટાભાગનાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ કલમ રદ થવાની તરફેણમાં હોય રાજકોટ ચેમ્બર પણ વેપારી અને ઉદ્યોગપતિના સમર્થનમાં હોય સરકારને આ વખતે અગાઉ રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

વધુમાં જણાવ્યું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી હોય વેપારીઓ તેમાંથી નવરા થાય એટલે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ વેપારી સંગઠનો સાથે એક બેઠક કરવામાં આવશે અને આ બેઠકમાં તમામના વિચારો જાણવામાં આવશે. ઉપરાંત આ કાયદા સામે શું સરળ રસ્તો હોઈ શકે તે માટે આઈટીના નિષ્ણાંતોનું પણ માર્ગદર્શન લેવામાં આવશે અને ત્યારબાદ જે સરળ રસ્તો હશે તે સુચન સરકાર સુધી પહોંચાડી અને યોગ્ય કરવા માટે રજૂઆત કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરશે તેમજ રણીનિતી પણ ઘડી તે મુજબ આગામી કાર્યક્રમો નક્કી કરાશે.

Advertisement

અમદાવાદમાં આ કાયદાના વિરૂધ્ધમાં આવતીકાલે ભુખ હડતાલ પર વેપારીઓ ઉતરશે આ અંગે વેપારી સંગઠનના પ્રમુખ મેઘરાઝ ડોડવાણીએ જણાવ્યું છે કે નવા કાયદાના વિરોધમાં ભૂખ હડતાળ કરીશું આ કાયદાતી મેન્યુફેકચરીંગથી માલને ગ્રાહક સુધી પહોંચાડવા માટે 60 થી 75 દિવસનો સમય લાગતો હોય છે અને કાયદા અનુસાર વેપારીએ વધુમાં વધુ 45 દિવસમાં પેમેન્ટ કરવાનું થશે તો બધી રીતે અશકય જણાય છે.

ટ્રેડર્સ અને વેપારીઓ રજિસ્ટર્ડ હોતા નથી. પરંતુ તેમના ગ્રાહકો તેમને રેગ્યુલર ટર્મ મુજબ 60 કે 120 દિવસમાં જ પેમેન્ટ કરશે તેમને વેપાર બંધ કરવાનો વારો આવશે. કેટલાક નાના વેપારીઓ માર્કેટમાંથી માલની ખરીદી કરીને ગામડે ગામડે વેચાણ કરતાં હોય છે. આવા સમયમાં પેમેન્ટ એક મહિને પણ આવે છે. આવા સમયમાં વેપારી પાસે 45 દિવસમાં પેમેન્ટ ન આવે તો વેચાણ કરેલા માલ પર 30 ટકા ટેકસ નાખી દેવામાં આવે તો વેપારીઓને મોટું નુકસાન થઈ જશે. નવા કાયદાથી નાના માઈકો અને મધ્યમ ક્રમના વેપારીઓના રોજગાર પર વિપરીત અસર થશે. વેપારીઓના ઓર્ડર કેન્સલ થશે. માલ પરત આવી રહ્યાં છે. પેમેન્ટની ઉઘરાણીના લીધે આર્થિક વ્યવહારો મુશ્કેલ બની રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અગાઉ રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ઈન્કમટેક્ષ સેકટરના સેકશન 43બીમાં ઉમેરાયેલ કલોઝ એચનું પુન: મુલ્યાંકન અને અભ્યસા કરી નાના ઔદ્યોગિક એકમો તથા સેવા પ્રદાન કરનાર ક્ષેત્રોને પડનારી આર્થિક તથા વ્યવસ્થ્કીય પડનારી મુશ્કેલી ઓને ધ્યાને લઈ સદર કલોઝના અમલ અંગે ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી.

વેપારીઓને રજૂઆત અંગે યોગ્ય નિર્ણય નહીં આવતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે અને સરકાર સામે મોચો માંડવાની તૈયારી ચાલી રહી છે. રાજકોટમાં મળનારી વેપારી સંગઠનોની બેઠક બાદ નવિ રણનીતિ સાથે વેપારીઓ સરકાર સામે મોરચો માંડવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

500 વેપારીઓ ઉતરશે આવતીકાલે ભૂખ હડતાળ પર
આઈટીના નવા કાયદા સામે અમદાવ્દનાં વેપારીઓ સામે મોરચો માંડયો છે અને આવતીકાલે 500 જેટલા વેપારીઓ રિલિફ રોડ ખાતે એકત્રીત થશે અને સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી ભુખ હડતાલ કરશે તેમ વેપારી સંગઠનના પ્રમુખે જણાવ્યુ હતું કે કાયદો નાબુદ નહી થાય તો વેપાર ધંધા બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement