સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 42,677 છાત્રોને એનાયત કરાશે પદવી
રાજ્યપાલની હાજરીમાં મંગળવારે દીક્ષાંત સમારોહ: 126 વિદ્યાર્થીઓને અપાશે ગોલ્ડ મેડલ: સૌથી વધુ દીકરીઓને એનાયત થશે 89 સુવર્ણ પદક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ9મો પદવીદાન સમારંભ આગામી તા. 04/03/2024 ને મંગળવારના રોજ બપોરે 03:30 કલાકે રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, શિક્ષણમંત્રી પ્રફુલ્લભભાઈ પાનશેરીયા તથા ઈંજછઘ-જઅઈ, અમદાવાદના ડાયરેક્ટર નિલેષભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 42677 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 126 ગોલ્ડમેડલ તથા 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
59 મા પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 111 વિદ્યાર્થીઓને કુલ 126 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાઓ તરફથી કુલ પર ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 74 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ 108 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 113 પ્રાઈઝ મળીને 221 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 126 દિક્ષાર્થીઓમાં 39 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ 04 (ચાર) ગોલ્ડમેડલ અને 03 (ત્રણ) પ્રાઈઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ. માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 07 (સાત) પ્રાઈઝ, શ્રીમતી પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીનેને એલ.એલ.બી. માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 06 (છ) પ્રાઈઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ તથા 02(બે) પ્રાઈઝ એનાયત થશે. પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના અઘ્યક્ષસ્થાને વિવિધ કમિટીના ક્ધવીનરો, ભવનોના અધ્યક્ષઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન સંદર્ભે કુલપતિએ સૌને માર્ગદર્શન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58 મા પદવીદાન સમારોહની ભવ્ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. ગરીમાપૂર્ણ 59 મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પાલભાઈ જોશી તથા કુલસચિવ ડો. રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ, ઓ.એસ.ડી. નીલેષભાઈ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગના વિભાગીય અધિકારી રણજીતસિંહ ચાવડા, જયેશભાઈ ગોસાઈ, કર્મચારીઓ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે.