કોર્પોરેશનની ચાર સંવર્ગની ભરતી માટે 409 ઉમેદવારોએ આપી લેખિત પરીક્ષા
260 ઉમેદવારો ગેરહાજર, પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી તેમજ ઈન હાઉસ પરીપત્ર કરી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવેલ જેમાં (1) મેનેજર(ઈન હાઉસ) (2) ટાઉન પ્લાનર (3) વોર્ડ ઓફિસર (ઈન હાઉસ) (4) ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ(ઈન હાઉસ) ની જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગત તા.02/03/2025 ના રોજ અમદાવાદ શહેરનાં પરીક્ષા કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં એકંદરે કુલ-669 ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ-409 ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને કુલ-260 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
ઉમેદવારોને પરીક્ષા સમયના 01(એક) કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.
આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત તા.02/03/2025 નાં રોજ લેવાયેલ (1) મેનેજર(ઈન હાઉસ) (2) ટાઉન પ્લાનર (3) વોર્ડ ઓફિસર (ઈન હાઉસ) (4) ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ(ઈન હાઉસ) ની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. સદરહું પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગર પાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.