રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાન મોદીની ત્રિસ્તરીય સુરક્ષા માટે 4000 જવાનો તહેનાત

04:51 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રનાં હજારો કરોડના વિકાસ કામોના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ રાજકોટ દ્વારકાના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે રાજકોટ શહેરમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને રાજકોટ શહેર તેમજ અન્ય જિલ્લામાંથી વધારાનો પોલીસ સ્ટાફ મંગાવી 4000 પોલીસ જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે વડાપ્રધાનના રોડ શોનું બપોરે રિહર્સલ રાખવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

Advertisement

રાજકોટની ભાગોળે પરાપીપળીયા ખાતે 1195 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ એઈમ્સ સહિત દેશની કુલ પાંચ એઈમ્સ અને સૌરાષ્ટ્રનાં હજારો કરોડોના વિકાસના કામાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યાં છે. જેની એક સપ્તાહથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમને ધ્યાને રાખીને ગઈકાલે જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા 800 જેટલા રેવન્યુ અને મહેસુલ વિભાગનાં કર્મચારીઓનેપાંચ એડીશ્નલ કલેકટર, 20 ડેપ્યુટી કલેકટર અને મામલતદારોની ફોજને કામે લગાડી દીધી છે. ગઈકાલે સાંજે કલેકટર પ્રભવ જોષીએ મહેસુલ અને રેવન્યુ વિભાગનાં કર્મચારીઓ અને અધિકારીઓનું રિહર્સલ રાખી તેમને તેમની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ, બોડી વોન કેમેરા, બાયનોકીલર સાથે સજ્જ રહેેશે. તેમજ સભા સ્થળે વરૂણ, વ્રજને સ્ટેન્ડ બાય રખાયા છે. આ ઉપરાંત સભા સ્થળે બેગેજ સ્કેનર સહિતના અતિઆધુનિક ઉપપકરણો અને ડોર મેટ્રીક સીસ્ઠમ ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજી, એનએસજી અને બોમ્બ સ્કવોર્ડ ને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

બીજી બાજુ વડાપ્રધાનના જુદા જુદા કાર્યક્રમો અને રોડ શોને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે રાજકોટ શહેરનાં ચાર ડીસીપી, એક ડઝન એસપી, 30 જેટલા પીઆઈ સહિત 1400 પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય જિલ્લામાંથી 9 ડિસીપી, 40 પીઆઈ સહિત 1500 થી વધુ પોલીસનો સ્ટાફ બંદોબસ્ત માટે રાજકોટ મંગાવી લીધો છે. આ તમામ અધિકારીઓને તેમની કામગીરી સોંપી દેવામાં આવી છે.

વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજી એનએસજી કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમાં એઈમ્સ, હીરાસર એરપોર્ટ, જુના એરપોર્ટ, સરકીટ હાઉસ, સભા સ્થળ, સિવિલ હોસ્પિટલ સહિત સાત સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત જુના એરપોર્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનના રોડ શો માટે ઠેર ઠેર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાનના રોડ શોને ધ્યાને રાખીને આજે એસપીજી કમાન્ડો દ્વારા રોડ શોના પોલીસ બંદોબસ્તનું રિહર્સલ રાખવામાં આવ્યું હતું. આ વખતે જુના એરપોર્ટથી લઈને રેસકોર્સ રીંગ રોડ સુધીના તમામ રાજમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતાં. વડાપ્રધાનની સુરક્ષા માટે એસઆરપી સહિતની વધારાની કંપનીઓ પણ બહારથી મંગાવવામાં આવી છે અને સભાસ્થળ એઈમ્સ સહિતના સ્થળો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે.

કોર્પોરેશન દ્વારા બે ક્ધટ્રોલરૂમ કાર્યરત
આવતીકાલે તા.25/02/2024, રવિવારના રોજ રાજકોટ ખાતે પધારતા દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ અનુસંધાને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા અને રોડ-શોનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સામાન્ય વહીવટ શાખા અને મહેકમ શાખામાં આજે તા.24-02-2024ના રોજથી શરૂૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂૂમની મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલએ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જુના એરપોર્ટ ખાતેથી રેસકોર્ષ સભા સ્થળ સુધીના રૂૂટ પર યોજાનાર ભવ્ય રોડ-શો અને રેસકોર્ષ ખાતે જાહેર સભામાં આવનાર લોકોના પરિવહન, ફૂડ પેકેટ્સ, પીવાનું પાણી, મેડીકલ સુવિધા વગેરે સંબંધી કામગીરી માટે આ બંને કંટ્રોલ રૂૂમ ખાતેથી સંકલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોના પરિવહન માટે તેમજ સભા સ્થળ અને રોડ-શોમાં જોડાનાર લોકોની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપરવાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલે બંને કંટ્રોલ રૂૂમ ખાતે થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ક્યાં રેન્કનો કેટલો સ્ટાફ?

Tags :
gujaratgujarat newspm narendra modirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement