રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યની સરકારી ઓફિસોમાં 40થી 60 ટકા જગ્યાઓ ખાલી

12:15 PM Dec 26, 2023 IST | Sejal barot
Advertisement

વિકાસ માટે રોલ મોડલ ગણાતા ગુજરાતમાં સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે. સુશાસનમાં નબર-1 ગુજરાતની કેટલીક કચેરીઓ તો એવી છે જ્યાં 40થી 60 ટકા સ્ટાફ જ નથી. ખુદ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર સ્વીકાર કરી રહ્યા છે.
એટલું જ નહીં પણ સુશાસનના સુવર્ણકાળમાં કેવી રીતે આગામી એક વર્ષમાં ભરતીઓ કરી આ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તેનો રોડમેપ પણ રજૂ કર્યો.
આગામી એક વર્ષમાં આ ભરતી પ્રકિયા પૂર્ણ કરવાનું મુખ્ય સચિવ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ કાર્ય સરકાર માટે એટલું સહેલું નથી રહેવાનું જેના માટે મુખ્ય કારણ ગુજરાતમાં ખાલી પડેલી મોટી સંખ્યામાં જગ્યાઓ છે. ગુજરાતમાં કુલ 40 હજારથી વધુ જગ્યા પર ભરતી કરવાની બાકી છે જેમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ, ASI, PSI સહિત કુલ 27 હજાર જગ્યા ખાલી છે. જ્યારે ગૌણ સેવાની તલાટી, જુનિયર ક્લર્ક, હેડક્લર્ક સહિતની 5 હજાર જગ્યા ખાલી છે.
પંચાયત વિભાગમાં સંવર્ગની 18, મલ્ટી પર્પસ વર્કરની 1200, સિનિયર હેલ્થ વર્કર અને નર્સરીની 800, તલાટીની 1500 અને જુનિયર ક્લર્કની 600 જગ્યા ખાલી છે.
તો શિક્ષણ વિભાગમાં 35 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. જેમાં 1028 પ્રાથમિક અને 2,549 સરકારી-ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વગરની જ છે.
એક વાત તો નક્કી છે કે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર આગામી એક વર્ષમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરશે. એટલા માટે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો તો અત્યારથી જ તૈયારી પર વધુ ભાર આપવાનું ચાલુ કરી દે પરંતુ જોવાનું એ રહેશે કે શું હવે નિયમો અને ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાથી અગાઉ થયેલી ભૂલનું પૂનરાવર્તન અટકી શકશે. કે પછી દર વખતની જેમ જાહેરાત થાય, પરીક્ષા લેવાય અને પછી ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરવાનો સિલસિલો યથાવત રહેશે.

Advertisement

ગુજરાતમાં આટલી જગ્યાઓ ખાલી

4કોન્સ્ટેબલ, ASI, PSI સહિત કુલ 27 હજાર જગ્યા ખાલી
4ગૌણ સેવાની તલાટી, જુનિયર ક્લર્ક, હેડક્લર્ક સહિતની 5000જગ્યા ખાલી
4પંચાયત વિભાગમાં સંવર્ગની 18, મલ્ટી પર્પસ વર્કરની 1200 જગ્યા ખાલી
4સિનિયર હેલ્થ વર્કર અને નર્સરીની 800, તલાટીની 1500 જગ્યા ખાલી
4શિક્ષણ વિભાગમાં 35 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી
41028 પ્રાથમિક અને 2,549 સરકારી-ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વગરની

Tags :
40 to 60 percent vacanciesgovernmentinofficesstate
Advertisement
Next Article
Advertisement