For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગાર દરોડામાં ત્રણ મહિલાઓ સહિત 40 ઝડપાયા

11:39 AM Sep 11, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગાર દરોડામાં ત્રણ મહિલાઓ સહિત 40 ઝડપાયા
Advertisement

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જસા ઉકા રાઠોડ, હેમત ઘેલાભાઈ પરમાર, ભાવેશ મેરામણ પાટડીયા, લક્ષ્મીબેન ખીમાભાઈ રાઠોડ, સવિતાબેન દેવશીભાઈ રાઠોડ અને સવિતાબેન બટુકભાઈ સાલાણીને ઝડપી લઈ, કુલ રૂૂ. 22,590 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કલ્યાણપુર તાબેના બામણાસા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે શિયા ભાયા નંદાણીયા, હંસરાજ મારખી ગઢવી, મદારસંગ અભેસંગ વાઢેર, શિવરાજસિંહ જાલમસિંહ વાઢેર, નિરૂૂભા કનુભા વાઢેર, કાના હમીર વારોતરીયા, લખમણ હમીર વારોતરીયા અને પ્રવિણસિંહ કનુભા વાઢેરને જુગાર રમતા રૂૂપિયા 4,380 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ ગામના અન્ય એક વિસ્તારમાંથી પોલીસે કનુભા ચનુભા વાઢેર, મહેન્દ્રસિંહ દિલુભા વાઢેર, વિજયસિંહ રણમલજી વાઢેર, જેશુભા ગગુભા વાઢેર, શક્તિસિંહ મંગુભા વાઢેર, અમરસિંહ લખુભા વાઢેર, રાજદીપસિંહ જુવાનસિંહ વાઢેર, કારુ રામ ગોજીયા અને રણમલસિંહ મુળુભા વાઢેર નામના શખ્સોને ગંજીપત્તા વડે જુગાર રમતા રૂૂ. 5,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Advertisement

કલ્યાણપુર પોલીસે રાવલ હનુમાનધાર વિસ્તારમાંથી ભરત રામા સોલંકી, પ્રતાપ કરસન સોલંકી, બાલુ લખમણ ગામી, જેઠા ગંધાભાઈ ગામી, લખમણ નાથા જમોડ અને ભરત મસરી ગામીને જુગાર રમતા ઝડપી લઈ, રૂૂ. 15,450 નો મુદ્દામાલ કબજે લીધો છે.

અન્ય એક દરોડામાં ભાટિયા ગામેથી ધરણાંત નગા ચાવડા, રમેશ નથુ કાપડી, વિમલ મથુરાદાસ સામાણી, અરજણ રામદે ચાવડા, નારણ કાના ચાવડા અને પાલા રામ ગોજીયાને પોલીસે જુગાર રમતા રૂૂ. 5,230 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી વિજયભા જેઠાભા માણેક, હીરાભા કનૈયાભા માણેક, રામભા જેઠાભા માણેક, પાલાભા ભીખાભા માણેક અને ખેતસી ચત્રભુજ ગોરીને પોલીસે રૂૂપિયા 11,170 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement