ધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયા
કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા પોલીસ ચોકીથી નાગરિક બેંક તરફ જતા રસ્તા ઉપરની આશરે કુલ-20 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે 300 ચો.વાર જગ્યામાં કરેલ દબાણ હટાવવામાં આવ્યું હતું. આ જમીનની અંદાજીત કિંમત રૂૂ.42,00,000/- લાખ છે.
તદુપરાંત, પોસ્ટ ઓફિસ ચોકથી જુના ઉપલેટા રોડ તરફ જતા ફૂટપાથ પર કુલ-20 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે 600 ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું.જે જમીનની અંદાજીત કિંમત રૂૂ.90,00,000/- મળી કુલ 900 ચો.વાર જગ્યા પરના આશરે રૂૂ.1,32,00,000/-ના ગેરકાયદેસરનાં દબાણો અધિકારી નાગાજણ એમ.તરખાલા, ધોરાજી મામલતદાર બી.વી.ગોંડલિયા, ચીફ ઓફિસરશ્રી જયમલ મોઢવાડિયા, જુનિયર નગર નિયોજક સંજયભાઇ બગડા તથા મ્યુનિસિલ ઇજનેર નિલેશ ભેડા દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદી દ્વારા જણાવાયું છે.