લાયન સફારી પાર્કના 40 કરોડના કામ શરૂ: 18 માસમાં ખુલ્લું મુકાશે
ઈન્ટર્નલ રોડ-રસ્તા, એન્ટ્રન્સ પ્લાઝા, ટિકિટબારી, ફૂડ કોર્ટ, રેસ્ટ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, પાર્કિંગ સહિતના કામ કાલની સ્ટેન્ડિંગની બેઠકમાં મંજૂર કરાશે
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 45 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી ઈસ્ટઝોનમાં લાલપરી તળાવની પાછળ તૈયાર થનાર લાયન સફારી પાર્કના બાકી રહેતા તમામ કામો માટે રૂા. 20.37 અને દિવાલના 20 કરોડ સહિતના 40.37 કરોડના કામો એક સાથે શરૂ કરવામાં આવશે. જેની દરખાસ્ત મંજુર થયા બાદ તુરંત વર્કઓર્ડર આપી એક સાથે તમામ કામ ચાલુ કરવામાં આવશે. અને સંભવત 18 માસમાં કામ પૂર્ણ કરી પ્રજાસમક્ષ ખુલ્લુ મુકવામાં આવશે.
સામેકાંઠે તૈયાર થનાર લાયનસ સફારી પાર્કના તમામ કામો એક સાથે કરવાનો નિર્ણય લઈ કમિશનર વિભાગ દ્વારા અલગ અલગ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં પાંચ મીટરની પહોળાઈના ઈન્ટરનલ રોડ માટે 3 કરોડ રૂપિયા તેમજ અન્ય રસ્તાઓ માટે 2.62 કરોડ અને અંદાજીત 20,000 ચો.મીટરમાં એન્ટ્રન્સ પ્લાઝા તેમજ ટીકીટ બારી કમ એડમીન ઓફિસ, વિઝીટર વેઈટીંગ એરીયા કમ રેસ્ટીંગ શેડ,ચીલ્ડ્રન પ્લે એરીયા તથા લોન એન્ડ ગાર્ડન,ફુડ કોર્ટ, રેસ્ટ રૂૂમ કોમ્પલેક્ષ, વાહન માટેનું પાર્કિંગ,ઇલેકટ્રીક બસ માટે પાર્કિંગ કમ ચાર્જીંગ સ્ટેશન વિગેરેની જુદી જુદી વિઝીટર એમેનીટીઝ બનાવવાના કામનો સમાવેશ થાય છે. સદરહું કામે રૂૂ.12,71,00,000.00 (અંકે રૂૂપિયા બાર કરોડ એકોતેર લાખ પુરા)ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી. જે પૂર્ણ થયા બાદ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મુકવામાં આવી છે. જે મંજુર થતાં જ લાયન સફારી પાર્ક કમ્પ્લીટ કરવાનું કામ શરૂ કરવામાં આવશે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 45 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં આંગણવાડી તથા કમ્પાઉન્ડ હોલ તેમજ પેવીંગ બ્લોકના કામ જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ, ડ્રેનેજ હાઉસ, કનેક્શન ચેમ્બર બનાવવા ડીઆઈ પાઈપલાઈન નાખવા ટોઈલેટ બનાવવા, મેઈન હોલ હાઉસ કનેક્શન આપવા, ટીપી સ્કીમ અંતર્ગત સોસાયટીઓમાં રસ્તાઓ અને રોડ બનાવવા તથા ઝુ ખાતે મજુર સપ્લાય કરવા અને બીન ઉપયોગી વાહનોના સ્ક્રેપના વેચાણનો નિર્ણય લેવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જેનું સંકલન કર્યા બાદ સંભવત મંજુર કરાશે.
શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ અને મિયાવાકી પ્લાન્ટેશન થશે
એક પેડ મા કે નામ યોજના અંતર્ગત શહેરમાં અંદાજીત કૂલ 56,540.00 ચો.મી.માં આવેલ જુદી-જુદી ખુલ્લી જગ્યાઓ (અક્ષક્ષયડ્ઢીયિ- અ ઇ) પૈકી (1) અંદાજે 52,000.00 ચો.મી. વિસ્તારમાં (અંદાજે 1,68,400 વૃક્ષો) મિયાવાકી પદ્ધતિથી પ્રતિ ચો.મી.ના રૂૂ. 310/- લેખે રૂૂ.1,61,20,000/- (2) અંદાજે 4540 ચો.મી. વિસ્તારમાં (અંદાજે 500.00 નંગ વૃક્ષો) ઘનિષ્ઠ વૃક્ષારોપણ પદ્ધતિથી પ્રતિ નંગના રૂૂ.640/- લેખે રૂૂ.3,20,000/- તેમજ આ તમામ વૃક્ષોની 4 (ચાર) વર્ષ સુધી નિભાવણી કરવાના કામે કુલ મળી રૂૂ.1,64,40,000/-(અંકે રૂૂપિયા એક કરોડ ચોસઠ લાખ ચાલીસ હજાર પુરા) નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે. આ કામગીરી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સદભાવના વૃદ્ધાશ્રમ) પાસે ઉક્ત ઠરાવ મુજબ કરાવવાનું થાય છે.
વોર્ડ નં. 12માં 6 નવી આંગણવાડી બનશે
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-1રમાં જુદી-જુદી જગ્યાઓએ કુલ-6 આંગણવાડી બનાવવાનાં કામે કુલ રૂૂા.61,01,000/- (અંકે રૂૂપિયા એકસઠ લાખ એક હજાર પુરા) તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂૂા.72,00,000/- (અંકે રૂૂપિયા બોતેર લાખ પુરા)નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે પુનિતનગર પ્રાથમિક શાળામાં ર-નંગ, સરસ્વતિનગર પાસે આવેલ આંગણવાડીનાં ગ્રાઉન્ડમાં 3-નંગ તેમજ વાવડી શકિતનગર સ્કુલમાં નંગ-1 મળી એમ કુલ 6-જગ્યાએ અંદાજે 342 ચોરસ મીટરમાં આંગણવાડી બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે 1000 લોકોને ફાયદો થશે. અને રૂૂા.61,01,000/- (અંકે રૂૂપિયા એકસઠ લાખ એક હજાર પુરા) ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ અને જે પૂર્ણ થતાં હવે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
મનપાની ઝોનલ ઓફિસ અને અન્ય 18 એકમો ફાયર સેફ્ટી વિહોણા
સેન્ટ્રલ ઝોનના રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જુદા જુદા બિલ્ડીંગોમાં ફાયર ફાઇટીંગ સિસ્ટમ ડિઝાઇનીંગ, સપ્લાઇંગ, ઇન્સ્ટોલીંગ, ટેસ્ટીંગ તથા કમિશનીંગ કરવાનાં કામે ૠજઝ સહીત કુલ રૂૂ.6,57,12,000/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં સેન્ટ્રલ ઝોનની રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની મિલકતોમાં ફાયર ફાઇટીંગ સીસ્ટમ કરવાનાં કામે સિવિલ, ઇલેકટ્રીકલ તથા ફાયર વિગેરે કામનો સમાવેશ કરવામાં આવેલ છે. સદરહું કામે રૂૂ.5,56,87,836/- (અંકે રૂૂપિયા પાંચ કરોડ છપ્પન લાખ સત્યાસી હજાર આઠસો છત્રીસ પુરા) રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ જેની દરખાસ્ત કાલની સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી મુદ્દે કડક કાર્યવાહી કરવમાં આવી રહી છે. પરંતુ મનપાની અનેક મિલ્કતોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી પ્રથમ મનપાની ત્રણેય ઝોનલ કચેરી માટે ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા માટેની રૂા. 7 કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. હાલ શહેરમાં મહાનગરપાલિકાની શેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટઝોન કચેરી તથા દત્તોપંત ઠેગડી પુસ્તકાલય, ડોરમેટરી, ગુરૂગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ, ખટારા સ્ટેન્ડ ડોરમેનટરી, પ્રભાદેવી લાયબ્રેરી, પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય જુનુ બિલ્ડીંગ, અવંતીબાઈ લોધી કોમ્યુનિટી હોલ, એકલવ્ય કોમ્યુનિટી હોલ, સેન્ટ્રલઝોન ઓફિસ બિલ્ડીંગ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ (જુનું બિલ્ડીંગ), બેકબોન કોમ્યુનિટી હોલ, ગુરૂપ્રસાદ ચોક કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી, ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ, શેઠ હાઈસ્કૂલ, રણછોડદાસ કોમ્યુનિટી હોલ, શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ સહિતના એકમોમાં ફાયર સેફ્ટીના સાધનો નથી એન ફાયર એનઓસી પણ આજ સુધી મેળવેલ નથી.
સફાઈ કામદારના વારસદારને નોકરી માટે મેડિકલ સર્ટિ.માંથી મુક્તિ
સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થયેલ છે. જેમાં સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સફાઈ કામદારોના વારસદારને નોકરી આપતી વખતે સફાઈ કામદારનું મેડીકલ સર્ટી માંગવામાં આવતું હતું. જેમાંથી હવે મુક્તિ આપવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર કે જેઓએ ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી પૂરી કરેલ હોય અને 54 વર્ષની વય પુરી કરેલ હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા ઈચ્છે તો તેમની પાસેથી મેડીકલ અનફીટ સર્ટિફિકેટનો આગ્રહ ન રાખતા તેઓની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજુર કરવી અને "શરતોને આધીન" તેના કોઈ એક વારસદારને ફિક્સ પગારથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વખતોવખત અમલમાં હોય તે ધોરણો અનુસારનાં સમયગાળા સુધી સફાઈ સહાયક તરીકે તદ્દન હંગામી ધોરણે નિમણુંક આપવી અને આ સમયગાળો પૂર્ણ થતા કામગીરીનું યોગ્ય મૂલ્યાંકન કરી યોગ્યતા ધરાવતા હોય, તો તેઓને સફાઈ કામદાર તરીકે નિયત પગાર ધોરણમાં કાયમી નિમણૂક આપવી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર કે જેઓએ ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી પૂરી કરેલ હોય અને 54 વર્ષની વય પુરી કરેલ હોય અને તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા ઈચ્છે તો તેમની પાસેથી મેડીકલ અનફીટ સર્ટિફિકેટનો આગ્રહ રાખવાનો થતો ન હોય, સમિતિની જરૂૂર જણાતી નથી જેથી આ જોગવાઈ રદ્દ કરવામાં આવે છે.