For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે 4થી 12 ઈંચ અનરાધાર

11:03 AM Jul 23, 2024 IST | admin
સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે 4થી 12 ઈંચ અનરાધાર

કલ્યાણપુર-12, માણાવદર-10॥, વિસાવદર-9, કેશોદ-7॥, દ્વારકા-6॥, ઉપલેટા-6॥, રાણાવાવ, ગીરગઢડા, કુતિયાણામાં 5 ઈંચ ખાબક્યો

Advertisement

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે વધુ પાણી ઝીંકી દેતા 4થી 12 ઈંચ વરસાદ વરસી ગયો હતો. કલ્યાણપુરમાં સૌથી વધુ 12 ઈંચ તેમજ માણાવદર-10॥, વિસાવદર-9, કેશોદ-7॥, દ્વારકા-6॥, ઉપલેટા-6॥, રાણાવાવ, ગીરગઢડા, કુતિયાણામાં 5 ઈંચ વરસાદ વરસી જતાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતાં. તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક રસ્તાઓ બંધ થઈ જતાં વાહન વ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડુતના ઉભામોલને ભારે નુક્શાન થયું છે. તેમજ સેંકડો વીજપોલ ધરાશાયી થયાનું જાણવા મળેલ છે.

સૌરાષ્ટ્રના ત્રણ-ચાર જિલ્લાઓમાં એકધારો મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે. દ્વારકામાં આજે ફરી આભ ફાટ્યું હોય તેમ કલ્યાણપુર ઉપર ધોધરૂૂપે 12 ઈંચ વરસાદ વરસી ગયો હતો જેની ગતિ એટલી તીવ્ર હતી કે સવારે 8થી 12 માત્ર ચાર કલાકમાંજ 11 ઈંચ વરસાદ વરસી ગયોહતો.જ્યારે યાત્રાધામ દ્વારકામાં બપોરે 12થી 2 વચ્ચે પાંચ ઈંચ સહિત આશરે 6 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જુનાગઢમાં પહેલેથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે તે સિલસિલો આજે જારી રહ્યો હતો અને માણાવદરમાં મુશળધાર 11 ઈચ, ઉપરાંત માળિયા હાટીનામાં 7 ઈંચ, જુનાગઢમાં પાંચ ઈંચ, વંથલીમાં 4 ઈચ સહિત સોરઠમાં અતિ ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.ભારે વરસાદથી રાજકોટ જિલ્લાના ગોંડલથી ધોરાજી વચ્ચેના 3 તેમજ જુનાગઢ, દ્વારકા સહિતજિલ્લાના અનેક તેમજ જૂનાગઢ-દ્વારકા સહિતના રાજમાર્ગો પર વાહન વ્યવહાર અટકી ગયો હતો તો પૂરના ધસમસતા પાણીમાં કુમળા કૃષિપાકનું પણ ધોવાણ થયું હતું.

Advertisement

પૂરમાં ફસાયેલા કલ્યાણપુર પંથકમાં 3 ખેડૂતોને હેલીકોપ્ટરથી તથા 11થી વધુ અન્ય વ્યક્તિને રેસ્ક્યુ કરવા પડ્યાહતા તો ઉપલેટા પંથકમાં 10 વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા હતા. ખંભાળિયાથી વિશેષ અહેવાલ મૂજબ કલ્યાણપુરમાં 1 2 ઈંચ ઉપરાંત ટંકારીયા પાનેલીમાં 13 ઈંચ, લાંબા, હર્ષદ, રાવલ 8, ભાટીયા,નંદાણા 6 ઈંચ સહિત સમગ્રદ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાનેલીમાં પૂરના પાણી ફરી વળતા ત્રણ વ્યક્તિ નદીમાં તણાતા એન.ડી. આર. એફ.ની ટીમ ધસી આવીને હેલીકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા હતા, પૂરમાં ફસાયેલા લોકો સળીયો પકડીને જીવ બચાવ્યો હતો. રાવલમાં સુપડાધારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હતું. ટંકારામાં આભ ફાટ્યાનો અનુભવ લોકોએ કર્યો હતો અને કેડસમાણા પાણી ભરાયા, કેનેડી ગામ પાસેના રસ્તા ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે.

24 કલાક દરમિયાન દ્વારકા, ગીરગઢડામાં 6 ઈંચ, જુનાગઢ, વંથલી, કુતિયાણા, રાણાવાવ, કેશોદ 4થી 6 ઈંચ મેવાસા,વીરપર, આસોરા, રાણ લીંબડી, મહાદેવીયા સહિત ગામોમાં ખાણોમાં પાણી ભરાતા માઈનીંગ ટ્રાન્સપોર્ટેશન કામકાજ બંધ થયું હતું. બાંકોડી પાટિયા પાસે કલ્યાણપુર- ભાટીયા સ્ટેટ હાઈવે રોડ તુટી પડતા ટ્રાફિક બંધ થયો હતો અને ઠેરઠેર તારાજી સર્જાઈ હતી. ભાટીયા પાસેના કેશવપુર ગામે તળાવનો પાળો તુટી જતાં ખેતરોમાં અને અનેક ગામોમાં પાણી ઘુસી જતા પારાવાર નુક્શાન થયું હતું. ગઈકાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં 4થી 12 ઈંચ અનરાધાર વરસાદના પગલે તારાજીના દ્રશ્યો સર્જાતા ખેડુતો હવે ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement