For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

4 હજાર કરદાતાઓએ ઇન્કમટેક્સ રિટર્ન અપડેટ કરી 1045 કરોડના ખોટા દાવા પાછા ખેંચ્યા

03:45 PM Jul 15, 2025 IST | Bhumika
4 હજાર કરદાતાઓએ ઇન્કમટેક્સ રિટર્ન અપડેટ કરી 1045 કરોડના ખોટા દાવા પાછા ખેંચ્યા

ઇન્કમ ટેક્સ (આઈટી) વિભાગે ફરજી ટેક્સ કપાત કૌભાંડને લઈને દેશભરમાં મોટા પાયે દરોડા પાડવાનું શરૂૂ કર્યું છે. સોમવાર, 14 જુલાઈના રોજ શરૂૂ થયેલી આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 200 થી વધુ સ્થળોએ તપાસ થઇ છે. આઈટી વિભાગ કંપનીઓની દરેક ફાઈલોને ચકાસી રહ્યું છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, પંજાબમાં આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. ચાર મહિનામાં 40000 કરદાતાએ રિટર્ન અપડેટ કર્યા છે. કરદાતાઓએ 1045 કરોડના ખોટા દાવા પાછા ખેંચ્યા છે. જે લોકો અને સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યાં છે, તેમના પર એવા ટેક્સપેયર્સને મદદ કરવાનો આરોપ છે જેઓ ખોટા દસ્તાવેજો દ્વારા પોતાનો ટેક્સ બચાવતા હતા.

Advertisement

આ ઓપરેશનનો મુખ્ય હેતું કલમ 80GGC હેઠળ કરાયેલ કપાત પર છે. આ કલમ હેઠળ, જો કોઈ વ્યક્તિ કોઈ રજિસ્ટર્ડ રાજકીય પક્ષને દાન આપે છે, તો તેને ટેક્સમાંથી મુક્તિ મળે છે. તપાસ એજન્સીઓને શંકા છે કે ઘણા વચેટિયાઓ ફરજી સંસ્થાઓ દ્વારા આવા દાન દર્શાવી રહ્યા હતા જેથી ટેક્સપેયરની ટેક્સ જવાબદારી ઘટાડી શકાય. રાજકીય ભંડોળ ઉપરાંત, દરોડા એવા નેટવર્ક્સ પર પણ થઈ રહ્યા છે જે ટ્યુશન ફી, તબીબી ભરપાઈ અને અન્ય કપાતના નામે ખોટા ક્લેમ દાખલ કરવામાં મદદ કરી રહ્યાં હતા. જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ મળતી આ છૂટછાટોનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

અધિકારીઓનું કહેવું છે કે પેપરલેસ આઈટીઆર સિસ્ટમનો કેટલાક લોકો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા હતા. દસ્તાવેજો વિના ફરજી ક્લેમ કરીને મોટી સંખ્યામાં લોકો ટેક્સથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તાજેતરમાં જ વિભાગે NUDGE નામનું એક અભિયાન ચલાવ્યું હતું જેમાં લોકોને તેમના શંકાસ્પદ ક્લેમ વિશે જાણકારી આપવામાં આવી હતી અને તેમને અપડેટેડ રિટર્ન ભરવા અપીલ કરવામાં આવી હતી. હવે આ દરોડા દ્વારા વિભાગ આવા કિસ્સાઓમાં સખત કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement