For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આત્મીય યુુનિ.ના છાત્રએ ભાડે લીધેલી કાર 4 શખ્સો લૂંટી ગયા

06:17 PM Dec 21, 2023 IST | Bhumika
આત્મીય યુુનિ ના છાત્રએ ભાડે લીધેલી કાર 4 શખ્સો લૂંટી ગયા

યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્કનો બનાવ: ‘આ કારે તો ઘણાની પથારી ફેરવી નાંખી છે’ કહી અજાણ્યા શખ્સો કાર લઈ ફરાર, ચોટીલા સુધી લોકેશન મળ્યા બાદ GPS  બંધ થઈ ગયું

Advertisement

શહેરમાં યુનિવર્સિટી રોડ પર મિત્રો સાથે રહેતા આત્મીય કોલેજના બીસીએના છાત્રએ ભાડે લીધેલી કાર અજાણ્યા ચાર શખ્સો ધમકાવી બળજબરીથી લુંટ ચલાવી નાશી છુટતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરતા ચોટીલા સુધી લોકેશન મળ્યા બાદ જીપીએસ બંધ થઈ જતાં પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ ટંકારાના ઓટાળા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટી શેરી નં.3માં મિત્રો સાથે મકાન ભાડે રાખી રહેતા અને આત્મીય કોલેજમાં બીસીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં દેવ વિપુલભાઈ ઘોડાસરા (ઉ.19) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે તથા તેના મિત્ર જીલ સીતાપરા અને જેનીશ ભીમાણીએ ગત તા.20ના સવારે માર્કેટ યાર્ડ નજીક આરટીઓ પાસે આવેલી મા સેલ્ફ કાર એન્ડ રેન્ટ નામની ઓફિસ ચલાવતા દેવાંગભાઈ પ્રવિણભાઈ હંસોરા પાસેથી એક દિવસના રૂા.1900 લેખે સ્વીફટ કાર ભાડે લીધી હતી.

Advertisement

ત્યારબાદ આખો દિવસ કાર ફેરવ્યા બાદ રાત્રે તેના રૂમ પાસે ફુટપાથ પર કાર પાર્ક કરેલી હતી અને ફરિયાદી દેવને તેના કૌટુંબીક ભાઈ રૂષિની કોલેજની ઓનલાઈન ફી ભરવાની હોવાથી મિત્ર જય અશોકભાઈ કાસુન્દ્રાના એસબીઆઈ એકાઉન્ટમાં રૂા.26 હજાર ટ્રાન્સફર જવાનું ોવાથી બંને રાત્રે 11 વ્ગ્યે કારમાં બેઠા હતાં ત્યારે જ અજાણ્યા ચાર શખ્સોએ આવી કારનો કાચ ખોલવા ઈશારો કરતાં તે દરવાજો ખોલી નીચે ઉતર્યો હતો. જેથી અજાણ્યા ચારેય શખ્સો ગાળો દેવા લાગેલા અને ‘આ કાર તું કયાંથી લાવ્યો છો, આ કારે તો ઘણાની પથારી ફેરવી નાંખી છે, તું આ કારની ચાવી મને આપી દે’ તેમ કહેતા તેણે કારની ચાવી મિત્ર જયને આપી દેતાં આરોપીઓએ જય પાસે જઈ ગાળો આપતાં જય ભરાઈ ગયો હતો અને જયે કારની ચાવી તે શખ્સોને આપી દઈ દોડીને રૂમ તરફ ભાગી ગયો હતો જેથી દેવ પણ રૂમ ઉપર મિત્રોને બોલાવવા જતાં ચારેય શખ્સો કાર લઈ નાશી છુટયા હતાં.

જેથી તેમણે તાત્કાલીક કાર માલીક દેવાંગભાઈને જાણ કરી પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જેથી યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.આર.ભરવાડે કારમાં લગાવેલી જીપીએસ સીસ્ટમના આધારે તપાસ કરતાં છેલ્લે ચોટીલા સુધીનું લોકેશન મળ્યા બાદ જીપીએસ બંથ થઈ ગયું હતું.

વધુ તપાસમાં જાણવા મળ્યા મુજબ કાર ભાડે આવનાર દેવાંગભાઈ પાસેથી ચારેક દિવસ પહેલા અમુક શખ્સો આઈ ટવેન્ટી કાર ભાડે લઈ ગયા હતાં ત્યાર બાદ તેઓએ પરત ન આપતા દેવાંગભાઈએ ફોન કરતાં તેઓ ફોન ઉપાડતાં ન હોય જેથી જીપીએસના આધારે ચોટીલા પાસેથી આઈ ટવેન્ટી મળી આવી હતી અને ભાડે લઈ જનાર શખ્સોએ તે વેચી નાખ્યાનં ખુલતાં તેઓ કાર પરત લઈ આવ્યા હતાં. જો કે કાર પરત મળી જતાં તેમણે ફરિયાદ કરી ન હતી. જેથી આ શખ્સો જ ફરીથી કોલેજીયન છાત્રને ધમકાવી કાર લુંટી ગયાની શંકા સેવાઈ રહી છે અને તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement