માળિયાના સરવડ ગામે વૃધ્ધ દંપતી ઉપર હુમલો કરી રૂા.45,700ની લૂંટ ચલાવતા 4 શખ્સ
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ગઈ છે કે આજે વહેલી સવારે માળિયાના સરવડ ગામમાં વૃદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર ઇસમોએ ધોકા વડે બેફામ માર મારી રોકડ રકમ, તેમજ સોના ચાંદીના દાગીના સહીત 45,700ની લૂંટ કરી ફરાર થયા હતા જે બનાવ મામલે માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
માળિયાના સરવડ ગામે સરદારનગરમાં રહેતા જશુબેન મગનભાઈ સુરાણી નામના વૃદ્ધે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આજે વહેલી સવારે સાડા ત્રણ ચાર વાગ્યાના અરસામાં જશુબેન બાથરૂૂમ કરવા ઉઠ્યા હતા અને બાથરૂૂમ કરી ઘરમાં પરત જતા હોય ત્યારે ઓસરીનો દરવાજો બંધ કરતા હોય ત્યારે ચાર અજાણ્યા ઈસમો બુકાનીધારીએ ધક્કો મારી ઓસરીમાં દાખલ થયા હતા અને ધોકાથી માર મારવા લાગ્યા હતા.
જે દેકારો થતા પતિ મગનભાઈ સુરાણી જાગી જતા તેને પણ ધોકા વડે માર મારી ઘરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ પાકીટમાંથી રોકડ રૂ.3000, કબાટમાં પડેલ ચાંદીના ચાર જોડી જુના સાંકળા કીમત રૂ.10,000 ઓસરીમાં રહેલ પતિનો મોબાઈલ કીમત રૂૂ 2000, પતિનું પાકીટ લઇ લીધું હતું અને કાનમાં પહેરેલ સોનાના બુટીયા અડધા તોલાના કીમત રૂ.30 હજાર તેમજ પતિનું પેન્ટ ટીંગાડેલ હોય જેમાં રહેલ રોકડ રૂ.700 કાઢી લીધા હતા અને ચારેય ઈસમો ઘરનો દરવાજો બંધ કરી પૂરીને જતા રહ્યા હતા બાદમાં દેકારો કરતા સામે રહેતા લોકો આવી જતા બહાર કાઢ્યા હતા માળિયા પોલીસે ચાર બુકાનીધારી અજાણ્યા ઇસમ વિરુદ્ધ રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહીત 45,700 ની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.