ગુજરાત ST નિગમના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગુજરાત સરકારે રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર આપી છે. સરકાર દ્વારા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. આ મોંઘવારી ભથ્થાની જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરીને કરવામા આવી છે. રાજ્ય સરકારે ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે. એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં માહિતી આપી હતી કે, તમામ કર્મચારીઓને બાકી રહેલું એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રૂૂપિયા 125 કરોડની રાજ્ય સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવશે, 125 કરોડની ચૂકવણી કરવાથી રાજ્ય સરકાર પર તેનો બોજ વધશે. દઈએ કે 1લી જાન્યુઆરી 2024થી આ વધારો લાગુ કરવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા પણ 16 ડિસેમ્બરે નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો તે મુજબ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું. આ મોંઘવારી ભથ્થાના 5 મહિનાના તફાવતની રકમ પણ ચૂકવાશે. જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા.