બાકીદારોની વધુ 4 મિલકત સીલ રહેણાકના 4 નળ જોડાણો કપાયા
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા નુતન પ્રેસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.29.00 લાખનો ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.55,322, સંત કબીર રોડ પર આવેલ 1-નળ કનેક્શન ક્પાત કરતાં રીકવરી રૂૂ.29,000, કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.51,068, સંત કબીર રોડ પર આવેલ શક્તિ સોસાયટીમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.26 લાખ, સોનીબજાર આવેલ શ્રી અમુભાઈ આર્કેડ ફર્સ્ટ ફ્લોર શોપ નં-107 ની સીલ મારેલ, સોનીબજાર આવેલ શ્રી અમુભાઈ આર્કેડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-4 ના બાકી માગના સામે સીલ કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.08 લાખનો ચેક આપેલ, સદરનગર માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.93 લાખની કરી હતી.
મવડી પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.06 લાખ, સમ્રાટ ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.88,120, ખોડીયારપરામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.83,430, ગાયત્રી નગર માં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, ગોપાલનગર-5 મા 1-નળ કનેક્શન કપાત, શ્રી હરી ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.62,500/-નો ચેક આપેલ, પરધામ ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટને સીલ મારેલ., 1-યુનિટના બાકી માગના સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.56,000ની કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.