રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંબાજી નજીક બસ પલટી જતાં 4નાં મોત, 45ને ઈજા

11:12 AM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કઠલાલના યાત્રિકોને નડેલો ગમખ્વાર અકસ્માત, બસચાલક પીધેલો હોવાની શંકા

રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી-દાતા હાઈવે પર અંબાજી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર યાત્રિકોના મોત નિપજ્યાના તથા 45 જેટલા પ્રવાસીઓને ઈજા થયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.

આ બસમાં ખેડા જિલ્લાના કઠલાલના યાત્રિકો અંબાજીથી દર્શન કરી પરત ફરતાં અકસ્માત સર્જ્યો હતો. ત્રિશુળિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે મા અંબાના દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી લક્સરી બસનો અકસ્માત સર્જાતા 40થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જ્યારે 4થી વધુ શ્રદ્ધાળુઓના મોત અરેરાટીભર્યા મોત નિપજ્યા છે.

પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્સરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

Tags :
ambajibus accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement