For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના 4 DCP અને SP બદલાયા, ક્રાઇમ બ્રાંચમાં બાંગરવાની નિમણુંક

04:32 PM Aug 19, 2025 IST | Bhumika
રાજકોટના 4 dcp અને sp બદલાયા  ક્રાઇમ બ્રાંચમાં બાંગરવાની નિમણુંક

Advertisement

ટ્રાફિક શાખાના DCP તરીકે ડો. હરપાલસિંહ જાડેજા, ધંધુકાના ASP વગીશા જોષીને SP તરીકે પ્રમોશન આપી રાજકોટ જેલ અધિક્ષક બનાવાયા

રાજય સરકાર દ્વારા આઇપીએસ અધીકારીઓની મોટા પાયે બદલી તેમજ બઢતીનો ભુકંપ કરવામા આવ્યો હોય જેમા 116 આઇપીએસ અધીકારીઓની બદલી કરવામા આવી છે જેમા રાજકોટ શહેરનાં 4 ડીસીપી અને ગ્રામ્ય એસપીની બદલી કરવામા આવી છે શહેરનાં ડીસીપી ઝોન ર તરીકે ફરજ બજાવતા જગદીશ બાંગરવાને ક્રાઇમ બ્રાંચની જવાબદારી સોપવામા આવી છે જયારે ક્રાઇમ બ્રાંચનાં પ્રથમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહીલ , ઝોન 1 સજજનસિંહ પરમાર અને ટ્રાફીક શાખાનાં ડીસીપી પુજા યાદવની બદલી કરવામા આવતા તેમનાં સ્થાને નવા અધીકારીઓને મુકવામા આવ્યા છે.

Advertisement

આઇપીએસ અધીકારીઓની મોટાપાયે થયેલી બદલીઓમા રાજકોટ શહેરનાં ક્રાઇમ બ્રાંચનાં પ્રથમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહીલને સાબરકાઠા એસપી તરીકે મુકવામા આવ્યા છે . જયારે ઝોન 1 ડીસીપી સજજન સિંહ પરમારને એસઆરપી ગ્રુપ 1પ મહેસાણાનાં કમાન્ડન્ટ તરીકે મુકવામા આવ્યા છે જયારે ટ્રાફીક શાખાનાં ડીસીપી પુજા યાદવને ડાંગ આહવા એસપી તરીકે મુકવામા આવ્યા છે ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા હિમકર સિંહની ખુબ ટુકાગાળામા બદલી કરવામા આવી છે. અને તેમને અમદાવાદ આર્થીક ગુના નીવારણ સેલનાં ડીસીપી તરીકે મુકવામા આવ્યા છે . ઉપરાંત રાજકોટ ગ્રામ્ય હેડ કવાર્ટરનાં એસપી આર. આર રઘુવંશીને અમદાવાદ આઇબીનાં એસપી તરીકે મુકવામા આવ્યા છે તેમજ રાજકોટ જેલનાં એસપી રાઘવ જૈનને સુરત ડીસીપી ઝોન 3 ની જવાબદારી સોપવામા આવી છે . તેમજ રાજકોટ ગ્રામ્ય એસઆરપીનાં ગોંડલનાં કમાન્ડન્ટ પ્રફુલ વાણીયાને ગાંધીનગર આઇબીનાં એસપી તરીકે મુકવામા આવ્યા છે.

બદલી પામેલા આઇપીએસ અધીકારીઓનાં સ્થાને નવા અધીકારીઓને પોસ્ટીંગ આપવામા આવ્યા છે જેમા રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે સુરત ઝોન 4 નાં ડીસીપી વિજયસિંહ ગુર્જર પોસ્ટીંગ આપવામા આવ્યુ છે ઉપરાંત રાજકોટ શહેરનાં પોલીસ ઇતિહાસમા પ્રથમ વખત શહેરનાં પોલીસ અધીકારીની આંતરીક બદલીનો હુકમ થયો છે જેમા ઝોન ર ડીસીપી જગદીશ બાંગરવાને ક્રાઇમ અને સ્પેશ્યલ બ્રાંચનાં બીજા ડીસીપી તરીકેની જવાબદારી સોપવામા આવી છે ઉપરાંત ઝોન 1 ડીસીપી તરીકે સુરતથી મહીલા આઇપીએસ હેતલ પટેલને પોસ્ટીંગ અપાયુ છે જયારે ઝોન ર ડીસીપી તરીકે ગાંધીનગર આઇબીનાં એસપી રાકેશ દેસાઇની નીમણુંક કરવામા આવી છે.

તેમજ રાજકોટ શહેર ટ્રાફીક ડીસીપી તરીકે વડોદરા એસઆરપીનાં કમાન્ડન્ટ ડો. હરપાલસિંહ જાડેજાને પોસ્ટીંગ આપવામા આવ્યુ છે તેમજ રાજકોટ એસઆરપી ગ્રુપ 13 નાં કમાન્ડન્ટ તરીકે અમદાવાદ જે ડીવીઝનનાં એસપી પ્રદીપસિંહ જાડેજાને મુકવામા આવ્યા છે તેમજ રાજકોટ જેલ અધીક્ષક તરીકે ધંધુકાનાં મહીલા એએસપી વગીશા જોષીને એસપી તરીકે બઢતી આપીને તેમને પોસ્ટીંગ આપવામા આવ્યુ છે તેમજ રાજકોટ એસીબીનાં ડે. ડાયરેકટર તરીકે બી. સી. વાઘેલાને પોસ્ટીંગ આપવામા આવ્યુ છે

Advertisement
Tags :
Advertisement
Advertisement