For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

7 માસ દરમિયાન મળેલી 11 કરોડની ચીટિંગની ફરિયાદમાં 4 કરોડ ફ્રીઝ કરાયા

12:17 PM Aug 03, 2024 IST | admin
7 માસ દરમિયાન મળેલી 11 કરોડની ચીટિંગની ફરિયાદમાં 4 કરોડ ફ્રીઝ કરાયા

સાયબર પોલીસ સ્ટેશનને જુદા જુદા વિભાગોમાં ફ્રોડની ફરિયાદ મળી

Advertisement

જામનગર જિલ્લામાં સાઇબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા વિભાગોમાં ફ્રોડની 11 કરોડની રકમ જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી.

જે તમામ ફરિયાદ ના અનુસંધાને સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂૂપે 4 કરોડની રકમ રાજ્ય તેમજ દેશભરની અલગ અલગ બેંકોમાં ફ્રીજ કરાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત જામનગરના કેટલાક આસામી ને 4 લાખની રોકડ રકમ પરત પણ અપાવી દીધી છે, જ્યારે બે કરોડની રકમ પરત મળી જાય તે પ્રમાણેની હાલમાં કાર્યવાહી ચાલુ રહી છે, અને નજીકના ભવિષ્યમાં જ બે કરોડની રકમ પરત મળી જશે, તેમ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ એ જણાવ્યું છે.

Advertisement

જામનગર શહેર જિલ્લાના નાગરિકો ને ઓનલાઈન ફ્રોડ ટોળકી થી બચવા માટે અને જનજાગૃતિ માટેના સાત મહિના દરમિયાન 19 જેટલા સેમીનાર યોજવામાં આવ્યા હતા. સાથો સાથ આ બાબતે લોકોને સાયબર ફ્રોડ અંગેની વિશેષ જાણકારી અને માહિતી મળે તે પ્રમાણેની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાની કોઈપણ વ્યક્તિ આવા સાઇબર ફ્રોડ થી ચેતીને રહેવા તેમજ કોઈપણ વ્યક્તિ આવા ચિટર ટોળકી ના શકંજામાંવઆવે તે પહેલાં તુરત જ જામનગરના સાઇબર ક્રાઇમ સેલનો સંપર્ક સાધવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. સાત માસના ટૂંકા ગાળામાં જ 4 કરોડ જેટલી રકમ ફ્રીજ કરાવી દેવાની મહત્વની કામગીરી કરનાર સાયબર સેલની સમગ્ર ટીમને જિલ્લા પોલીસવડાએ અભિનંદન પાઠવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement