For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે રાજકોટમાં 4 કંટ્રોલ ઉભા કરાયા

05:33 PM Feb 07, 2024 IST | Bhumika
રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે રાજકોટમાં 4 કંટ્રોલ ઉભા કરાયા

સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ, સરકીટ હાઉસમાં રૂમ તૈયાર કરાયો

Advertisement

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહેલી વખત સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવી રહ્યાં છે. આગામી 12મી ફેબ્રુઆરીના ટંકારા ખાતે મહષી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં તેઓ હાજર રહેનાર હોય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રાષ્ટ્રપતિના કાર્યક્રમને ધ્યાને લઈ ચાર ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તૈયાર કરી દીધા છે.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા.12 ફેબ્રુઆરીના સવારે દિલ્હીથી વિમાન માર્ગે હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી સીધા જ હેલિકોપ્ટર મારફતે ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Advertisement

રાષ્ટ્રપતિના કાર્યક્રમને ધ્યાને રાખીને જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા ચાર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઉભા કરી દીધા છે. જેમાં હિરાસર એરપોર્ટ ખાતે એક કંટ્રોલરૂમ, સિવિલ હોસ્પિટલ ખાતે એક કંટ્રોલ રૂમ, સરકીટ હાઉસ ખાતે તેમજ કલેકટર કચેરીમાં અલગથી વીવીઆઈપી બદોબસ્તને ધ્યાને રાખી કંટ્રોલરૂમ તૈયાર કરાયા છે.

રાષ્ટ્રપતિ રાજકોટનાં એરપોર્ટ ઉપર ટુંકુ રોકાણ કરવાના હોય આમ છતાં ઈમરજન્સીને ધ્યાને રાખીને કલેકટર તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રપતિનો અલગથી વોર્ડ તૈયાર કરાયો છે આ ઉપરાંત સરકીટ હાઉસ ખાતે પણ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેના માટે મામલતદાર અને નાયબ મામલતદારના સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે. જ્યારે કલેકટર ખુદ પ્રોટોકોલ મુજબ હિરાસર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિને આવકારશે. રાષ્ટ્રપતિની સાથે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ ટંકારાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોય ટંકારા ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement