ખંઢેરીમાં કાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચ:242 પોલીસ જવાનનો લોખંડી બંદોબસ્ત
આવતીકાલે તા.15થી તા.19 દરમ્યાન રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખઢેરી સ્ટેડીયમ ખાતે ભારત-ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ રમાનાર છે.આ મેચ માટે રાજકોટ રૂૂરલ પોલીસ દ્વારા 242 પોલીસનો લોખંડી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
આ ટેસ્ટ મેચમા મોટી સંખ્યામા પ્રેક્ષકો મેચ નીહાળવા આવનાર છે.જે મેચ દરમ્યાન કોઇ અનીચ્છનીય બનાવ ના બને તે હેતુથી રાજકોટ રેંન્જના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવની સુચના અનુસાર તેમજ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના નીરીક્ષણ હેઠળ એસ.પી.1 ડી.વાય.એસ.પી-3 પી.આઇ.4 પી.એસ.આઇ 24 પોલીસ કર્મચારી 84 મહીલા 38 ટ્રાફીક ના 33 તથા ટી.આર.બી ના 25 તથા જી.આર.ડી -30 સહીત કુલ 242 તેમજ ખાનગી સીક્યુરટી ના માણસો સહીતનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.
આ ઉપરાત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી તેમજ એસ.ઓ.જી ટીમ તેમજ બી.ડી.ડી.એસ ની ટીમ-1 સી.સી.ટી.વી સર્વેલન્સ ની ટીમ-1 દ્વારા બદોબસ્ત જાળવવામા આવનાર છે.તેમજ સ્ટેડીયમમા પ્રવેશવાના ગેઇટ પર ચેંકીગ માટે એચ.એચ.એમ.ડી-35 તેમજ બેગર્સ સ્કેનર-2 તેમજ ડી.એફ.એમ.ડી-18 નો ઉપયોગ કરવામા આવનાર છે.
આ અન્વયે ગ્રાઉન્ડ ની અદર ખેલાડીઓની સુરક્ષા સુનીશ્વીત કરવા ઉપર મુજબ સંઘન પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો છે.તથા તમામ પેક્ષકો ને ચેતવણી આપવામા આવે છે કે ગ્રાઉન્ડની અંદર અન-અધિક્રુત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચમા કોઇ વિક્ષેપ કે કોઇ ગ્રાઉન્ડની અંદર કોઇપણ પ્રકારનો પ્રદાર્થ ફેકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવવામા આવે છે.