For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,704 નાગરિકોએ લીધો લાભ

04:13 PM Sep 06, 2024 IST | Bhumika
મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39 704 નાગરિકોએ લીધો લાભ
Advertisement

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પ્રભાદેવી.જે. નારાયણ પુસ્તકાલય શિક્ષણ સમિતિ કેમ્પસ, કરણપરા ચોક, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય,વોર્ડ નંબર-2ની વોર્ડ ઓફિસની બાજુમાં શ્રોફ રોડ, બાબુભાઈ વૈધ લાયબ્રેરી, બાપા સીતારામ ચોકની બાજુમાં, પેરેડાઇઝ હોલ સામે, ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ-1 તથા 2, મહિલા વાંચનાલય, મહિલા એકટીવિટી સેન્ટર, નાના માવા, ચાણકય લાઈબ્રેરી, ગોવિદ બાગ શાકમાર્કેટ સામે, ઈસ્ટ ઝોનમાં ઓગસ્ટ-2024 માસ દરમ્યાન કુલ 39704 મુલાકાતીઓએ લાભ લીધેલ હતો.

આ એક માસ દરમ્યાન 357 નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા.સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ 900 પુસ્તકો તથા બાળકો માટે વિવિધ પ્રકારના 100 જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે ઈશ્યુમાં મુકવામાં આવેલા છે. ઓગસ્ટ માસ દરમ્યાન 933 મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ.

Advertisement

આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement