For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NDDBને આપેલી જમીનમાંથી 3957 ચોરસ મીટર જમીન પરત લેવાઈ

04:11 PM Jul 24, 2024 IST | admin
nddbને આપેલી જમીનમાંથી 3957 ચોરસ મીટર જમીન પરત લેવાઈ

રાજકોટ-કાનાલૂસ ડબલિંગ રેલવે લાઈન પ્રોજેક્ટ માટે જમીન ફાળવાઈ

Advertisement

રાજકોટ કાનાલુસ વચ્ચે રેલવે ડબલીંગ લાઈન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવાનો કલેક્ટર તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે જેમાં પડધરીના ખંઢેરી નજીક નેશનલ ડેરી ડેવલોપમેન્ટને ફાળવાયેલી જમીન માંથી રેલવેની લાઈન પસાર થતી હોય જેના માટે જમીન સંપાદિત કરવા નેશનલ ડેરી ડેવલોપમેન્ટને ફાળવેલી જમીનમાંથી કરોડોની કિંમતની 3,957 ચો.મી. જમીન સરકારશ્રી કરી રેલવે પ્રોજેક્ટને ફાળવી દેવામાં આવી છે. રાજકોટ કાનાલુસ વચ્ચે રેલવેના ડબલટ્રેક બનાવવા માટે જમીન સંપાદિત કરવાનીકામગીરી ચાલી રહી છે. જેમાં અગાઉ પડધરી તાલુકાના 20 જેટલા ગામડાઓમાં રેલવેના ડબલીંગ પ્રોજેક્ટ માટે જમીનની જરૂરિયાત હોય ખેડુતો પાસેથી જમીન સંપાદિત કરવામાં આવી હતી.

જે કામગીરી પૂર્ણ થયા બાદ કલેક્ટર તંત્ર દ્વારા ખંઢેરી નજીક આવેલ શ્રીનેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ સંચાલિત કેટલ ફીડ ફેક્ટ્રી ખંઢેરીના નામે ચાલતી ફેક્ટ્રીની જમીન સંપાદિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારના સહકારી વિભાગે પડધરી તાલુકાના ખંઢેરી ગામે આવેલ 10.38 એકર જમીન ગત તા. 18-10-1967ના કેટલ ફીડ મીલીંગ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી. સરકાર દ્વારા ઉપરોક્ત જમીન 31-3-1970ના કરારથી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનને ફાળવી હતી. બાદમાં સરકાર દ્વાવા મફતમાં ાપેલી જમીનમાં ગુજરાત ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા કેટલ ફીડ ફેક્ટ્રી સરૂ કરવામાં આવી હતી.

Advertisement

સરકારના ક્રુષિ અને સહકાર વિભાગ દ્વારા 7-2-2005ના ગુજરાત ડેરી વિકાસ હસ્તકની સૌરાષ્ટ્ર વિસ્તારની બંધ ડેરીઓ તથા કેટલ ફીડ ફેકટરી નેશનલ ડેવલોપમેન બોર્ડ આણંદને તબદીલ કરવામાં આવી હતી અને તેની નોંધ હકપત્રમાં અને રેવન્યું રેડર્કમાં દાખલ કરવામા આવી હતી. તાજેતરમાં જ રેલવે પ્રોજેક્ટ માટે નેશનલ ડેરી ડેવલોપમેન્ટને ફાળવેલી જમીનની જરૂરિયાત ઉભી થતાં સહકાર દ્વારા બાર પાડવામાં આવેલા જાહેરનામાના આધારે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરી હતી. જેના ભાગરૂપે રેલવે ડબલીંગ પ્રોજેક્ટ માટે એનડીડીબીને ફાળવેલી 10 એકર જમીનમાંથી 3,957 ચો.મી. જમીન સરકારશ્રી કરી રેલવે પ્રોજેક્ટને ફાળવી દેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement