રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3768 મતદારો ઉમેરાયા

11:31 AM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત સુધારણા મતદારયાદી અંતર્ગત જાહેર થયેલા આંકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ 3768 મતદારોનો ઉમેરો થયો છે. આ સાથે 27 પોલિંગ સ્ટેશન બદલાયા તેમજ 3 ના નામ બદલ્યા છે. જેની ચૂંટણી પંચની મંજુરી માગવાની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.

સતત સુધારણા દરમિયાન મતદાર યાદીમાં નવા ઉમેરાયેલા નામ સાથે 3317 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોઈપણ નવા બુથનો ઉમેરો થયેલ નથી. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા વિધાનસભામાં 327 અને દ્વારકા વિધાનસભામાં 307 મળીને કુલ 634 મતદાન મથકો આવેલા છે.

ઘણાખરા એવા બુથ છે જેના નામમાં ફેરફાર કરવાની જરૂૂર હોવાથી 3 બુથમાં ફેરફાર કરાયા છે. આ ઉપરાંત જ્યાં પોલિંગ સ્ટેશનો છે, તે પૈકીના 27 પોલિંગ સ્ટેશનો અન્ય સ્થળો બદલવા માટેની પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારી કરાઈ છે. ઉમેરા અને ફેરબદલ માટે રાજ્યના ચૂંટણી પંચની મંજુરી મેળવવામાં આવશે.હવે આગામી દિવસોમાં મતદારયાદીમાં નામ નોંધાવવા, નામ સરનામા અટક વિગેરે બાબતોમાં ફેરફાર કરવા સહિતની આ કામગીરી દરમિયાન નાગરિકોને પોતાના ઘરની નજીક જ આ કામ થઈ શકે તે માટે તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ રાખવામાં આવશે. ત્યારે જે તે નાગરિકના ઘરની નજીક આવેલા મતદાન મથકે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી બી.એલ.ઓ. દ્વારા મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા, કમી કરવા, સુધારા વધારા વગેરેની પ્રક્રિયા કરી શકાશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsvotersVoting
Advertisement
Next Article
Advertisement