For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોક અદાલતમાં 37 હજાર કેસ મુકાયા: 70 ટકાથી વધુ કેસોનાં નિકાલ થવાની આશા

05:01 PM Jul 12, 2025 IST | Bhumika
લોક અદાલતમાં 37 હજાર કેસ મુકાયા  70 ટકાથી વધુ કેસોનાં નિકાલ થવાની આશા

ન્યાયાધીશો, બારના હોદ્દેદારો, વીમા કંપની અને બેંકના ઓફિસરો સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં આજે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં ક્રિમિનલ, એમએસીપી, ચેક રિટર્ન સહિતના વિવિધ ક્ષેત્રોના 37,000 જેટલા કેસો સમાધાન અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં આશરે 70 ટકા જેટલા કેસોનો નિકાલ થશે તેવી આશા છે.
વધુ વિગત મુજબ રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે આજરોજ તા.12ને શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.

તેના ભાગરુપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે.આર. શાહના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનું ઉદ્દઘાટન મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે.આર. શાહ દ્વારા દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ, બાર એસોસીએશનના પ્રતિનિધિઓ, જુદી જુદી વિમા કંપનીના ઓફીસરો, વકીલઓ, પી.જી.વી.સી.એલ અને વિવિધ બેંકના અધિકારીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ એચ.વી. જોટાણીયાએ લોક અદાલતથી પક્ષકારોને થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરુપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શક્ય બનશે તે અંગે માહીતી આપેલ.

Advertisement

વધુમાં મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે.આર. શાહે લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવેલી અને જણાવેલ કે સમાધાનથી કેસ ફેંસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાનથી ફેંસલ થાય તેવી અપેક્ષા છે. લોક અદાલતમા લગભગ છેલ્લા ચારેક મહીનાથી જુદી જુદી વિમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધિકારીઓ વિગેરે સાથે જુદી જુદી મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ- સીટીંગનું આયોજન કરી આજના દિવસે વધુમાં વધુ કેસો સમાધાન રાહે નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જુદી જુદી કેટેગરીના 37000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાંથી 70 ટકાથી પણ વધુની સંખ્યામાં સમાધાનથી કેસોનો નિકાલ થાય તેવી આશા છે.

અકસ્માત કેસમાં માત્ર 8 માસમાં મૃતક યુવકના પરિવારને 75 લાખનું વળતર મંજૂર
જામકંડોરણા તાલુકાનાં ચિત્રાવડ ગામે રહેતા શિવરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા નોકરી પુરી કરી બાઈક લઈ પોતાનાં ગામ જઈ રહયા હતા. ત્યારે બાઈક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શિવરાજસિંહ ચુડાસમાનું મોત નિપજ્યું હતું. અકસ્માતનાં મૃતક શિવરાજસિંહ ચુડાસમાનાં વારસદારોએ મોટર સાયકલની વીમા કંપની સામે કલેઈમ કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં અરજદારોના વકીલ દ્વારા અકસ્માત પહેલા મૃતક શિવરાજસિંહ ચુડાસમાની આવકનો અને કાયદેસર સ્ત્રોત સ્થાપિત થયો મૃતકની ઉંમર અને આવકને ધ્યાનમાં રાખીને, યોગ્ય વિચાર-વિમર્શ પછી, ઇન્શ્યોરન્સ કંપનીએ લોક અદાલતમાં સમાધાન કરવા સંમતિ આપી અને મૃતકના વારસદારોને ₹75 લાખ રૂૂપિયાનુ વળતર ચૂકવવા સંમતિ આપીને સમાધાન કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement