ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

37.56 લાખ નવા MSMEની ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધણી થઈ

12:02 PM Jul 22, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (ખજખઊ) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779MSME બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીયMSME મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના રોજ આ માહિતી આપી હતી.

મંત્રીના નિવેદન અનુસાર, વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીનેMSME ક્ષેત્રને સુદૃઢ બનાવવા અને ટેકો આપવા ભારત સરકારે વિવિધ પગલાં લીધાં છે. આત્મનિર્ભર ભારત ફંડ દ્વારા રૂૂ. 50,000 કરોડનો મૂડી ઉમેરો કરાયો છે.MSMEની સ્થિતિમાં સુધારો થાય તો બિન-કરવેરા લાભો 3 વર્ષ માટે લંબાવાયા છે. રૂૂ. 200 કરોડ સુધીની ખરીદી માટે કોઈ વૈશ્વિક ટેન્ડરની જરૂૂર નથી. પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ હેઠળના લાભો પ્રાપ્ત કરવા અનૌપચારિક સૂક્ષ્મ સાહસોને ઔપચારિક દાયરામાં લાવવા ઉદ્યમ સહાય પ્લેટફોર્મ (UAP)નું લોન્ચિંગ કરાયું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કેMSME મંત્રાલયની સૂક્ષ્મ અને લઘુ સાહસો (MSEs) માટેની ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ, જે સભ્ય ધિરાણ સંસ્થાઓ MSEsને શાખ પૂરી પાડે છે તેઓને કોઈપણ જામીનગીરી અથવા ત્રાહિત-પક્ષની ગેરન્ટી વિના માટે ગેરન્ટી પૂરી પાડવામાં આવે છે. શાખના ઘટાડેલા ખર્ચે રૂૂ. 2 લાખ કરોડનું વધારાનું ધિરાણ મેળવી શકાય તે માટે કેન્દ્રીય બજેટ 2023-24માં જાહેર કરાયા મુજબ, MSEs માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટના ભંડોળમાં રૂૂ. 9,000 કરોડનું વધારાનું ભંડોળ ઉમેરવામાં આવ્યું હતું.

નથવાણી જાણવા માગતા હતા કે, ભારતમાંMSME પર વૈશ્વિક આર્થિક મંદીની કેટલી અસર થઈ છે અને આ મુશ્કેલ સમયમાં આ ક્ષેત્રને ટેકો આપવા માટે સરકારે કયાં પગલાં લીધા છે.

Tags :
gujaratgujarat newsMSMEMSME registered
Advertisement
Next Article
Advertisement