For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથમાં મંદિરોની સાફસફાઇ કરી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરતા અમદાવાદના 360 સેવકો

11:31 AM Jul 30, 2024 IST | admin
સોમનાથમાં મંદિરોની સાફસફાઇ કરી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરતા અમદાવાદના 360 સેવકો

બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સ્વયં સેવકોની સેવા

Advertisement

અંબાજી બગદાણા, કચ્છમાં માતાના મઢ, -સતાધાર, ઘેલા સોમનાથ, ભુરખિયા હનુમાનજી સહિતના ધાર્મિક સ્થાનોમાં જઈને દર માસે સઘન સફાઈ કામ કરતા અમદાવાદના બાપા સિતારામ સેવા ટ્રસ્ટના 360 સેવક-સેવિકાઓ સફાઈના સાધનો સાથે તા. 28મીના રોજ સોમનાથમાં સફાઈ કામ સેવા યજ્ઞ કરવા આવેલ સફાઈના સાધનો પણ સાથે જ લાવશે, સોમનાથ મંદિર ઉપરાંત દેવમંદિરો, ચોપાટી, અતિથિગૃહ, ભાલકા, ગીતામંદિર, ત્રિવેણી સંગમમાં સફાઈ કરવામાં આવેલ.

અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારીઓ, ભદ્ર સમાજના લોકો અને સેવાભાવીઓ દર માસે ગુજરાતના લ કોઈને કોઈ ધર્મસ્થાનમાં જઈને સામૂહિક સફાઈ કરે છે. સોમનાથમાં - છેલ્લા 14 વર્ષથી આવે છે એ વાર્ષિક નિયમ મુજબ બાપા સિતારામ સેવા - ટ્રસ્ટના સેવકો તા.28મીના રોજ વહેલી સવારે ટ્રેન મારફતે વેરાવળ પહોંચીને સોમનાથ આવેલ. અને સોમનાથમાં સવારે નવ કલાકથી જૂદી જૂદી ટૂકડીઓમાં વિભાજિત થઈને સફાઈ શ્રમ શરૂ કરવામાં આવેલ જેમાં મહિલા પણ સામેલ છે

Advertisement

આ સ્વયંસેવકો સાથે 100 ઉભા સાવરણા, સાવરણી 150, લાકડી સાવરણી 50, લાદી ઘસવાના પતરાં 50, પાણી કાઢવાના વાઈપર, પાણીની 400 ફુટ પાઈપ લાઈન, એક પ્રેસર પંપ, લોખંડના તારવાળા 75 બ્રશ, સફાઈ માટેના કપડાના ટૂકડાઓ સહિતના સાધનો અમદાવાદથી જ લાવશે. વળી આ બધા સ્વયંસેવકો બીજે કયાંય ભોજન કરતો નથી. એમની સાથે જ રાશન અને રસોડુ રહે છે.સોમનાથમાં તા.28મીથી લાગ્યા બાદ તા. 29મી મંગળવાર સુધી શ્રમયજ્ઞ નોનસ્ટોપ જારી રાખલ. જેમાં સોમનાથ મંદિર, ભાલકા, રામમંદિર, ગીતામંદિર, પ્રાચી, ત્રિવેણી સંગમ, ગૌશાળા, ચોપાટી, સ્મશાન, અતિથિ ગૃહપરિસરો વગેરે સ્થળો આવરી લેશે. તા.29મીએ બાપા સિતારામ સંતની ધુન ભજન સાથે વાજતે ગાજતે સોમનાથમાં શોભાયાત્રા યોજી સોમનાથ ભગવાનને થાળ ધરાવી અને ધ્વજારોહણ આ ગૃપ કરશે. અને એ પછી અમદાવાદ જવા રવાના થશે.
(તસવીર: દેવાભાઇ રાઠોડ)

Advertisement
Tags :
Advertisement
Advertisement