સોની બજારની બાલાજી ચેમ્બર સહિત 35 મિલકત સીલ, 4 નળ જોડાણ કપાયા
- 11 આસામીઓને જપ્તીની નોટિસ, સ્થળ ઉપર રૂા.33.52 લાખની વેરા વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા આજે કોમર્શીયલ અને રહેમાકની મિલ્કતોનો વેરો બાકી હોય રિકવરી ઝુંબેશ એક સાથે શરૂ કરી હતી જેમાં રહેણાકના ચાર મકાનોના નલ કનેક્શન કાપી સોની બજાર સહિતના બજાર વિસ્તારોમાં 35 મિલ્કતો સીલ કરી 11 આસામીઓને જપ્તીની નોટીસ આપી સ્થળ ઉપર રૂા.33.52 લાખની વેરાવસુલાત કરી હતી.
જામનગર રોડ પર આવેલ શિવમ રેસ્ટોરેન્ટ ફળા; કાફે ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.34 લાખ, પેડક રોડ પર આવેલ 1-નોટીસની સામે 56,270, ભાવનગર રોડ પર શિવનગર સોસયાટીમાં 2-નળ કનેક્શન ક્પાત, કુવાડવા રોડ પર આવેલ શિવનગર સોસાયટીમાં 1-નળ કનેક્શન ક્પાત, ચુનારવાડા રોડ પર આવેલ ભવાની ટ્રેડર્સ શોપ નં-6 ને સીલ મારેલ, વિજય પ્લોટમાં આવેલ વિજય પ્લાઝા થર્ડ ફ્લોર ઓફિસ નં 301 થી 309 ને સીલ મારેલ, રજપુત પરા મેઇન રોડ પર આવેલ પાર્ક વ્યુ હોટેલના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.10 લાખ, ગોંડલ રોડ પર આવેલ ગાંધી ચેમ્બર્સને સીલ મારેલ, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ આશા એપાર્ટમેન્ટ ફિફથ ફ્લોર માં 1-યુનિટ સીલ કરેલ, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ આશા એપાર્ટમેન્ટ ફોર્થ ફ્લોર માં 1-યુનિટ સીલ કરેલ, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ આશા એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર માં 1-યુનિટ સીલ કરેલ, ડો.યાજ્ઞિક રોડ પર આવેલ ધનરંજની કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-2320/21 ને સીલ મારેલ, સ્પ્રેકટમ એપાર્ટમેન્ટમાં શોપ નં-એમ/5 ને સીલ મારેલ, સ્પ્રેકટમ એપાર્ટમેન્ટમાં શોપ નં-એમ/4 ને સીલ મારેલ, સ્પ્રેકટમ એપાર્ટમેન્ટ શોપ નં-એમ/2 ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ બાલાજી ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં-105 ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ બાલાજી ચેમ્બર્સ થર્ડ ફ્લોર શોપ નં-305 ને સીલ મારેલ હતી.