નવા 41180 મીટરના 35 રોડ એલઇડીથી ઝળહળશે
મનપામાં નવા ભળેલા વિસ્તારો તેમજ હાલમાં ટીપી મંજૂર થઇ હોય અને કબજો લેવાયો હોય તેવા મુખ્યમાર્ગો ઉપર સેન્ટ્રલ એલઇડી લાઇટો લગાવાશે
રાજકોટ શહેરનું વ્યાપ અને વસ્તી વધતા નવા રોડ રસ્તાઓ મજૂર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે હાલમાં મજૂર થયેલ ટીપી સ્કીમોમાં પ્રાપ્ત થયેલા 30થી લઇને 80 ફૂટના રોડ ઉપર સેન્ટ્રલ એઇલડી લાઇટીંગ માટેની અલગ અલગ વિસ્તારોમાંથી આવેલ રજૂઆતોને ધ્યાને લઇ શહેરના નવા 35 રોડના 41180 મીટરના સેન્ટ્રલ ડીવાઇડ ઉપર એલઇડી લાઇટ ફિટ કરવામાં આવશે તેમજ અમૂક સર્કલો ઉપર હાઇમાસ્ટ ટાવર ઉભા કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. જે અંતગર્ત અમૂક રોડ ઉપર હાલમાં સેન્ટ્રલ લાઇટીંગનું કામ શરૂ થઇ ગયાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ લાઇટીંગના કામો અંતર્ગત રૈયા રોડ (હનુમાન મઢી ચોકથી રૈયા સર્કલ), ગાંધીગ્રામ લાખ બંગલો રોડ, યુનિવર્સિટી રોડ (કોટેચા ચોકથી એસએનકે ચોક), પુષ્કરધામ મેઈન રોડ, કાલાવડ રોડ (મોટામવા સ્મશાનથી કટારીયા સર્કલ), સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રોડ, મવડી રોડ (વિશ્વેશ્વર મંદિરથી મવડી ચોક), ચુનારાવડ ચોક થી દૂધસાગર રોડ, મવડી રોડ (આનંદ બંગલા ચોકથી વિશ્વેશ્વર મંદિર), ગોંડલ રોડ (દોશી હોસ્પિટલ રોડથી જૂના જકાતનાકા), પંચશીલ મેઈન રોડ( ગોંડલ રોડ થી ગોકુલધામ રોડ ), ઢેબર રોડ ( કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોકથી નાગરિક બેંક ), જવાહર રોડ ( જુબેલી ગેટ થી જુબેલી ચોક ), જુબેલી ચોકથી નાગરિક બેંક (પરાબઝાર બાજુ), જવાહર રોડ (જુબેલી ચોકથી ત્રિકોણબાગ બાજુ), મહિલા કોલેજ ચોક થી કિશાનપરા ચોક સહિતના કામો ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વાર હાલમાં ચાલુ કરવામાં આવેલ સેન્ટ્રલ લાઇટીંગના કામો મુજબ મુંજકા પોલીસ ચોકીથી મુંજકા ચોકડી સુધી, મવડી સ્મશાનથી જેટકો ચોકડી સુધીનો કણકોટ રોડ, રામધણ આશ્રમથી વગડ ચોક સુધીનો પાળ રોડ, વાવડી રોડ થી મટુકી રેસ્ટોરન્ટ સુધીનો પુનીતનગર રોડ ગોંડલ રોડ થી કાંગશીયાળી ગામ તરફનો 80 ફુટનો રોડ, શાખા દ્વારા આગામી નવા કઊઉ સેન્ટર લાઇટીગ રોડનું લીસ્ટ, સાધુ વાસવાણી કુંજ રોડ થી મેરી ગોલ્ડ હાઇટ સુધી, કુગસીયા સર્કલ થી પોપટપરા વેર્ર હાઉસ સુધી, અયોધ્યા ચોકથી એચ સીજી હોસ્પિટલ સુધી, બંસીધર પાર્ક થી એફ સી આઇ ગોડાઉન સુધી, વર્ધમાન નગર બાપા સિતારામ ચોક થી જામનગર રોડ, રૈયાધાર માધવ ચોથી બંસીધર પાર્ક સુધી, વગડ ચોક થી ટીલારા ચોક સુધી, ઠાકર હોટલથી કણકોટ રોડ, પુનીત સર્કલ થી વાવડી રોડ, ભગવતીપરા મેઇન રોડ, રોલેકસ રોડ થી સ્વાતી હેડ વર્કસ સુધી, સાઇબાબા સર્કલથી સોમનાથ ઇનડસ્ટ્રીઝ સુધી, સરદારચોક બગીચાથી સોમનાથ ઇનડસ્ટ્રીઝ સુધી, કોઠારીયા સોલ્વન્ટ ફાટકથી કોઠારીયા મેઇન રોડ, સોમનાથ ઇનડસ્ટ્રીઝ ચોક થી સોલ્વન્ટ રોડ, મહાદેવ ઇનડસ્ટ્રીઝ સોલ્વન્ટ રોડ સામે, જનસમ્પર્ક કાર્યાલય રોડ, માલધારી ફાટકથી ભવાની ચોક, સાઇબાબા સર્કલથી ભવાની ચોક સુધીના કામો શરૂ થઇ ચૂકયા છે.
શહેરના નવા વિસ્તારો તેમજ હાલમાં મહાનગરપાિેલકાની હદમાં ભળેલા મુંજકા, માધાપર, મોટામવા, ઘંટેશ્ર્વર અને મનહરપુર 1ના ગામોના વિસ્તારોમાં પંચાયત દ્વારા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ ઉપરાંત નવી સોસાયટીઓ અને હાઇરાઇઝ બિલ્ડિંગ તૈયાર થયા હોય તેવા સ્ટ્રીટ લાઇટ વિહોણા વિસ્તારોમાં સેન્ટ્રલ એલઇડી લાઇટિંગ માટે કોર્પોરેટરો પાસે વિગત મેળવી રોશન વિભાગ દ્વારા સર્વે કર્યા બાદ નવી એલઇડી સ્ટ્રીટ લાઇટ માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.