35.63 કરોડના વિકાસના કામોને બહાલી આપતી સ્ટેન્ડિંગ કમિટી
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં વિકાસ કામને બહાલી અપાઈ: ટીપી સ્કીમ અંતર્ગત રોડનું નવીનીકરણ કરાશે
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં વિકાસ કામને બહાલી આપવામા આવી હતી. 35 કરોડ 63 લાખના વિકાસ કામો પર સત્તાવાર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. જેમાં ટીપી સ્કીમ અંતર્ગત વિવિધ રોડોનું નવીનીકરણ કરવામાં આવશે. તો શહેરીજનોની સુખાકારી માટે વિવિધ વિકાસ કામો કરવામાં આવે તેવું સૂચવવામાં આવ્યું છે. ટીપી સ્કીમ 5,3,6ના રોડ ખુલ્લા કરી મેટલ કરવામાં આવશે. આ સાથે અનેક કામો મંજુર કરાવાયા છે.
જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીમાં જામનગર-ખંભાળિયા માર્ગ પર રૂૂ.2.98 કરોડના ખર્ચે સિવીક સેન્ટર બનાવવા, તેમજ રૂૂ.35 કરોડથી વધુના મંજૂર થયેલા 63 માંથી 29 સીસીરોડના કામનો સમાવેશ કરાયો છે. શરૂૂ સેકશન રોડ 30 મીટર પહોળો ડીપીરોડ તથા સત્યસાંઇ શાળા તરફનો 18 મીટર પહોળો ડીપી રોડમાં કપાત થતી જમીન સામે ટીપી સ્કીમ નં.1 વિસ્તારમાં જામ્યુકોને પ્રાપ્ત થફેલી 1 અને 3 ની જમીન ફાળવવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં મોકલવામાં આવી હતી. ટીપી સ્કીમ-1માં મળેલી જમીન મનપાને ફાળવવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં મોકલવામાં આવી છે.વધુમાં ટીપી રસ્તાઓમાં મેટલ રોડ બનાવવા રૂૂ.107.93 લાખ મંજર કરાયા છે.
વોર્ડ નં.2 માં નંદનપાર્ક-2 થી મેહુલપાર્ક ગેઇટ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા રૂૂ.56.47 લાખ મંજૂર કરાયા છે. વોર્ડ નં. 5, 2, 6, 1, 12, 3, 9, 11, 4, 13, 15, 7, 16(મ જુદા-જુદા વિસ્તારોમાં સીસીરોડ અને બ્લોકના કામને બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.5 માં મંગલબાગ શેરી નં.1 થી 4, ઇન્દીરા માર્ગ પસાર થઇ આહીર વિધાર્થી ભવન થઇ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવ રૂૂ.159.15 લાખનું ખર્ચ મંજૂર કરાયું છે. ખાસ કરીને વોર્ડ નં.7 માં જામનગર-ખંભાળિયા માર્ગ પર મેહુલસિનેમેકસ આગળ રૂૂ.2.98 કરોડના ખર્ચે સીવીક સેન્ટર બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
તે જ રીતે જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ચેર પરથી તળાવની પાળે આવેલી જયારે વોર્ડ નં.10 માં રૂૂ.187.22 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાના કામને બહાલી અપાઇ હતી. સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક, જામ રણજીતસિંહ પાર્ક, રણમલ લેઇક, લાખોટા મ્યુઝીયમમાં સ્ટાફનો ખર્ચની રી-ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હયાત પાર્ટી પાસે મંજૂર થયેલા ભાવે કામગીરી કરાવવાનું મંજૂર કરાયું હતું. તળાવની પાળે બે દુકાન લીઝ પર આપવાનો નિર્ણય, પાર્કના સ્ટાફના ખર્ચની રી-ટેન્ડર પ્રક્રિયા જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ચેર પરથી તળાવની પાળે આવેલી ફુડ ઝોન શોપ નં.7 અને 8 ને પાંચ વર્ષ માટે ઓપરેટીંગ લીઝથી ભાડે આપવાનું મંજૂર કરાયું હતું. આમ લોકસભાની ચૂંટણી અગાઉ ધડાધડ કામ મંજુર કરાયા હતા.